Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે ત્રણ PIને કરાયા ઘરભેગા

ડીજીપી વિકાસ સહાયે એક સાથે ત્રણ પીઆઇને ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યો છે. હથિયારી પીઆઇ એફએમ કુરેશી, ડી ડી ચાવડા અને આર આર બંસલને ફરજિયાત નિવૃત કરાયા છે. ત્રણેય અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા.

રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે ત્રણ PIને કરાયા ઘરભેગા
Updated: Jul 04, 2024, 10:29 PM IST

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસ તંત્રમાં ટૂંક સમયમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેમાં 150 પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળશે. જી હા... 55 આર્મડ પીએસઆઇને પીઆઇના પ્રમોશન મળ્યા છે. ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરને ફરજિયાત નિવૃત કરી દેવાયા છે. જ્યારે 100થી વધુ હથિયારધારી પીઆઇ અને પીએસઆઇની બદલી થશે.

ગુજરાતીઓ સાવધાન! 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે રેડ અને ઓરેન્જ એલર

ડીજીપી વિકાસ સહાયે એક સાથે ત્રણ પીઆઇને ફરજિયાત નિવૃત્તિનો આદેશ કર્યો છે. હથિયારી પીઆઇ એફએમ કુરેશી, ડી ડી ચાવડા અને આર આર બંસલને ફરજિયાત નિવૃત કરાયા છે. ત્રણેય અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિ પણ સામે આવી હતી.  

અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદ પડશે કે નહીં? જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડશે

ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે