Home> Gujarat
Advertisement
Prev
Next

બાજુવાળો તમારી પતંગ કાપી ન જાય તેનું ધ્યાન રાખજો... ભાજપના કાર્યક્રમમાં હાસ્ય કલાકારે કોના તરફ કર્યો ઈશારો!

Gujarat Politics : હાલ ગુજરાતભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ગતરોજ આયોજિત કાર્યક્રમમાં જોવા જેવી થઈ હતી. કાર્યક્રમમાં હાસ્ય કલાકારે ‘તમારી પતંગ તમારું બાજુ વાળો જ કાપી જાય’ એવી ટિપ્પણી કરતા હસ્યની છોળો ઉડી હતી

બાજુવાળો તમારી પતંગ કાપી ન જાય તેનું ધ્યાન રાખજો... ભાજપના કાર્યક્રમમાં હાસ્ય કલાકારે કોના તરફ કર્યો ઈશારો!

Rajkot News : ભાજપની સદસ્યતા અભિયાન કાર્યક્રમ દરમિયાન હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કહ્યુ હતું કે, તમે બધા એક બનો, નેક બનો અને આમાં એવું છે કે, તમે પતંગ ઉડાડો, પણ રાજકોટમાં તમારી બાજુવાળો પતંગ કાપી જાય. કોઈ લાંબો દોરો કરીને ન કાપે. ધીરુભાઈ સરવૈયા બોલ્યા હતા કે, તમારી પતંગ તમારું બાજુ વાળો જ કાપી જાય. પડખેવાળાને માપે રાખજો.

સાંસદ પરસોત્તમ રૂપાલા, રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની હાજરીમાં ધીરુભાઈ સરવૈયાએ આવું કહ્યું હતું. અગાઉ પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, જૂના કાર્યકર્તાને ન ભૂલતા અને હવે ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કર્યો.

ગુજરાત પર આવી રહ્યો છે મોટો ખતરો! ચીનના વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી થશે, આ તારીખ નોંધી લો

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં કાઠિયાવાડી હાસ્ય કલાકાર તરીકે ધીરૂભાઈ સરવૈયા આગવું નામ ધરાવે છે. આજે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમ આપી ચૂકેલા ધીરૂભાઈની ગણના મોટા કલાકારોમાં થતી હોવા છતા તેઓને સામાન્ય જીવનશૈલી પસંદ છે. રાજકોડથી દૂર લોધીકા તાલુકામાં પોતાના વતન ખીરસરા ખાતે રહેતા ધીરૂભાઈ કાર્યક્રમ ઉપરાંતના સમયમાં પોતાના ફાર્મમાં ખેતી પણ કરે છે. તેઓ ગામડાના દેશી માહોલમાં જીવવાનું પસંદ કરે છે.  

ભારતીય જનતા પાર્ટી દ્રારા હાલમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે.ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઇને સ્થાનિક નેતાઓ સદસ્યતા અભિયાનમાં જોડાઇ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત બુધવારે રાજકોટ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના વરિષ્ઠ આગેવાન અને રાજકોટના સાંસદ પરષોત્તમ રુપાલાની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપના તમામ શ્રેણીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નવી મહામારીની એન્ટ્રી! ભેદી વાયરસથી 15 લોકોના મોત : સરકાર પણ ચોંકી ગઈ, આવે છે તાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More