Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીના દિવસો શરૂ થયા, અનેક શહેરોમાં પારો ગગડ્યો

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીના દિવસો શરૂ થયા, અનેક શહેરોમાં પારો ગગડ્યો
  • બંગાળી ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે પણ રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે.
  • બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય છે. પરંતુ બંને વાવાઝોડાની ગુજરાતને અસર નહિ થાય

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :જમ્મુકાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલી વ્યાપક બરફવર્ષાની અસર ગુજરાત પર થવા માંડી છે. આખરે રાજ્યમાં ઠંડીનુ જોર (coldwave) એકાએક જોવા મળી રહ્યુ છે. ત્યારે આજે રાજ્યના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો નીચે જોવા મળ્યો છે. જેમાં 11.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યુ છે. તો અમદાવાદ શહેરમાં પણ પારો ગગડીને 12.8 જોવા મળ્યો છે. આ ઉપરાંત અમરેલી, કેશોદ, રાજકોટ અને વડોદરા સહીતના શહેરોમાં પણ તાપમાન નીચું જોવા મળ્યુ છે. 

કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન 

નોંધનીય છે કે બંગાળી ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે પણ રાજ્યના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વિવિધ શહેરોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે. રાજ્યમાં વધ્યુ ઠંડીનું જોર વધતા નાગરિકો ઠુંઠવાયા છે. વાદળછાયુ વાતાવરણ સર્જાતા ઠંડી વધી છે. રાજ્યના કેટલાય શહેરોમાં તાપમાનનો પારો 12 થી 13 ડિગ્રી આસપાસ નોંધાયો છે. 

  • ગાંધીનગર 11.5 ડિગ્રી 
  • અમદાવાદ 12.8 ડિગ્રી
  • અમરેલી 11.6 ડિગ્રી
  • કેશોદ 12.4 ડિગ્રી 

વતન પીરામણમાં માતાપિતાની કબરની બાજુમાં અહેમદ પટેલની દફનવિધિ કરાશે

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. બે થી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. બંગાળની ખાડીમાં બે વાવાઝોડા સક્રિય છે. પરંતુ બંને વાવાઝોડાની ગુજરાતને અસર નહિ થાય. અરબી સમુદ્ર વાવાઝોડું સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More