ગુજરાત : સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ આકરી ઠંડી જોવા મળી રહી છે. રાજ્યમાં વધુ એક દિવસ ઠંડોગાર લાગી રહ્યો છે. શનિવારે વહેલી સવારથી જ ઠંડીનું ભારે પ્રમાણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે તાપમાન હજી ગગડે તેવી આગાહી કરી છે. રાજ્યમાં આજથી બે દિવસ કોલ્ડવેવની શક્યતા છે. ઉત્તર રાજસ્થાનમાં અપર સરક્યુલેશનની અસરને કારણે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આજે અને આવતીકાલે મહત્તમ તાપમાન ઘટશે. કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે છે તેવું પણ હવામાન ખાતાનું કહેવું છે.
રાજ્યમાં વધુ એક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. .ઉત્તર ગુજરાતના ડીસામાં ઠંડીએ સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તો હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી છે. ડીસામાં તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે. એક જ દિવસમાં ડીસામાં ઠંડીનો પારો 5.1 ડિગ્રી ગગડ્યો છે. તો નલિયામાં 6.4 અને અમદાવાદમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે