Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત ઠંડુગાર, નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી પહોંચ્યું, જાણો ક્યાં સુધી રહેશે ઠંડીનો પ્રકોપ

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે. ગુજરાતમાં નલિયા 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે. જ્યારે ડીસામાં પણ માત્ર 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 

ગુજરાત ઠંડુગાર, નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી પહોંચ્યું, જાણો ક્યાં સુધી રહેશે ઠંડીનો પ્રકોપ

અમદાવાદ: ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે. ગુજરાતમાં નલિયા 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે. જ્યારે ડીસામાં પણ માત્ર 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. 

ડભોઈના આ ખેડૂત ઓછા ખર્ચે કરે છે લાખોની કમાણી, મહેનત અને સફળતાની છે મિસાલ

મોટાભાગના શહેરોમાં પારો 10 ડિગ્રીની નીચે નોંધાયું છે. રાજ્યના અન્ય મહાનગરોની તો અમદાવાદમાં પણ ઠુઠવાતું જોવા મળી રહ્યું છે. નલિયામાં 5.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલામાં પણ 6.8 ડિગ્રી સુધી પારો ગગડ્યો. પાટનગર ગાંધીનગરમાં માં 7.2 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. જ્યારે અમરેલી અને ડીસામાં પારો 8.2 ડિગ્રી સુધી ગગડ્યો છે.

ભારે ઠંડીને પગલે કિમમાં એક મહિલાનું મોત થયાનાં અહેવાલ પણ સામે આવ્યા છે. આ સાથે જ અતિશય ઠંડીને કારણ લોકોનાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More