Home> Gujarat
Advertisement
Prev
Next

વધુ એકવાર ઠંડીનો માર સહન કરવો પડશે, હવામાન ખાતાની આંચકાજનક આગાહી

જાન્યુઆરી મહિનાના અંતથી વાતાવરણમાં ઠંડી ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. બે-ચાર દિવસ ઠંડી અને બે-ચાર દિવસ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં લોકો ત્રાસી ગયા છે, તેમજ ઠંડી-ગરમીની ઋતુ બીમારીઓનું ઘર કરી રહી છે. આવામાં હવામાન ખાતા તરફથી વધુ એક આંચકાજનક સમાચાર આવ્યા છે. આગાહી મુજબ, રાજ્યમાં ફરી ઠંડીનો અહેસાસ થશે. આવતીકાલે 1 ડિગ્રી તાપમાન ઘટશે. 

વધુ એકવાર ઠંડીનો માર સહન કરવો પડશે, હવામાન ખાતાની આંચકાજનક આગાહી

અર્પણ કાયદાવાલા/રજની કોટેચા/અમદાવાદ-ઉના :જાન્યુઆરી મહિનાના અંતથી વાતાવરણમાં ઠંડી ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે. બે-ચાર દિવસ ઠંડી અને બે-ચાર દિવસ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં લોકો ત્રાસી ગયા છે, તેમજ ઠંડી-ગરમીની ઋતુ બીમારીઓનું ઘર કરી રહી છે. આવામાં હવામાન ખાતા તરફથી વધુ એક આંચકાજનક સમાચાર આવ્યા છે. આગાહી મુજબ, રાજ્યમાં ફરી ઠંડીનો અહેસાસ થશે. આવતીકાલે 1 ડિગ્રી તાપમાન ઘટશે. 

બિન અનામત વર્ગના આંદોલનનું કોંકડું ઉકેલવાની જવાબદારી નીતિન પટેલના સિરે, આજે 4 વાગ્યે બેઠક

હાલ ફેબ્રુઆરી મહિનાનો મધ્ય સમય ચાલી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે ઠંડીનો અહેસાસ થશે. ઠંડીની સીઝનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય છે, અને સાંજ પછી ઠંડીનો અહેસાસ થશે. દરિયામાં તેજ ગતિએ પવન ફૂંકાતો હોવાથી માછીમારોને દરિયામાં ન ખેડવા સૂચના અપાઈ છે. પશ્ચિમ મધ્ય-દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં માછીમારોને વાતાવરણને કારણે ન જવા સૂચના અપાઈ છે. કારણ કે, પશ્ચિમ મધ્ય-દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં 45 થી 55 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. 

અમેરિકન સિક્રેટ સર્વિસના અધિકારીઓ ગુપ્ત રીતે ટ્રમ્પના રૂટનું સ્કેનિંગ કરી રહ્યા છે

વાતાવરણને કારણે કેરીને નુકસાન
વારંવાર બદલતા વાતાવરણના કારણે આંબાવાડીના માલિકો પરેશાન થયા છે. એક તરફ માવઠાની દહેશત તો બીજી તરફ ગુજરાતમાં કેરી તેમજ જીરુંના પાક પર ખતરો યથાવત છે. સમગ્ર જિલ્લામાં કેરીની મહારાણી કેસર કેરીના બગીચા આવેલા છે. તેમાં પણ ખાસ કરીને તાલાલા અને ઉનાની કેરી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. પાછલા વર્ષોની વાત કરીએ તો વિષમ વાતાવરણના કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. પહેલા વધુ પડતી ઠંડી પડવાના કારણે મોર ફૂટવાની પ્રક્રિયા ધીમી પડી હતી, જેના કારણે આંબામાં આવેલ મોર વધુ ઠંડીના કારણે બળી ગયા હતા. જ્યારે હાલ મોર વધુ માત્રામાં આવ્યા, પણ વાદળછાયું વાતાવરણ અને માવઠાને કારણે આંબાના પાકને નુકશાની થઈ શકે છે. 

તો બીજી તરફ, ગત વર્ષમાં ભારે વરસાદ થયો અને ચોમાસાના પાછલા સમયમાં અતિ વરસાદના પગલે મગફળીના પાક અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું હતું. સરવેની વાતો વચ્ચે પાક વીમાના નામે તરકટો થયા, પણ કોઈ સહાય ન મળી. ત્યાર બાદ દિવાળી બાદ પણ સતત માવઠાઓના કારણે રવિપાકને અસર થઈ રહી છે. તો બીજી તરફ હવે ગીરની પ્રખ્યાત કેસર કેરીના પાકને પણ અસર થવાની શક્યતા દેખાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More