Home> Gujarat
Advertisement
Prev
Next

દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વિની કુમાર 

સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે. કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.

દેશભરમાંથી ગયેલા 9.85 લાખ પરપ્રાંતિયો વતન ગયા, ગુજરાતે 3.95 લાખને પરત મોકલ્યા : અશ્વિની કુમાર 

હિતલ પારેખ/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્વિની કુમારે ગુજરાત સરકારના આજના અપડેટ્સ અંગે જણાવ્યું કે, કપાસનો સારો ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત કરી છે અને ઝડપથી કપાસની ખરીદી થાય એ માટે રજૂઆત કરાઈ છે. કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સમક્ષ મુખ્યમંત્રીએ રજૂઆત કરી છે. ગુજરાત એસએસસીનું હબ છે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એમ.એસ.એમ.ઈ કાર્યરત છે. કરોડો લોકોને લોકોને રોજગારી પણ મળે છે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા જે પેકેજ આપવામાં આવ્યું છે તેને ગુજરાતે આવકાર્યું છે. અને અપેક્ષા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં ગુજરાતનું એમ.એસ.એમ.ઈ સેક્ટર વધુ મજબૂત થશે. ગુજરાતના એમ.એસ.એમ.ઈ દ્વારા થયેલા ઉત્પાદન વેચાણ અને વપરાશ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી, દેશના અલગ-અલગ રાજ્યોમાં જાય છે. ઘણા એમ.એસ.એમ.ઈ થી વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. ત્યારે એમ.એસ.એમ.ઈ પેકેજનો મહત્તમ લાભ ગુજરાત લેશે.

લોકડાઉનમાં શ્રમિકોને રોજગાર અપાવવા માર્ગ-મકાન વિભાગના 9-10 હજાર કરોડના કામ ફરી શરૂ કરાયા - નીતિન પટેલ 

પરપ્રાંતિયો માટે દોડાવાયેલી ટ્રેન વિશે માહિતી આપતા તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાંથી ગઇકાલ સુધીમાં 302 ટ્રેન અન્ય રાજ્યોમાં ગઈ છે. 3 લાખ 95 હજાર  મજૂરોને ગુજરાતમાંથી તેમના વતન મોકલી આપ્યા છે. સૌથી વધુ ટ્રેન 204 યુપી જવા માટે રવાના કરવામાં આવી છે. 34 ટ્રેન બિહાર જવા રવાના થઇ છે. આજે બીજી 47 ટ્રેન રવાના થશે. જેમાંથી ૩૭ યુપી જશે. 

રાજકોટમાં ફરી પ્રાણ ફૂંકાયો, 50 દિવસ બાદ આજે ઉદ્યોગો ધમધમતા થયા

પરપ્રાંતિયોના આંકડા વિશે તેઓએ કહ્યું કે, આજ રાત મધરાત સુધીમાં કુલ ગુજરાતમાંથી 4 લાખ 70 હજાર જેટલા મજૂરો તેમના વતનમાં જવા રવાના થઇ ગયા હશે. સમગ્ર દેશમાં જે ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડાવાઈ છે. સમગ્ર દેશમાંથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવાવાળી સંખ્યા 9 લાખ 85 હજાર લોકોની થાય છે, જેમાંથી ગુજરાતમાંથી જ 3 લાખ 95 હજાર લોકો ગયા છે. પરપ્રાંતિયોને મોકલવામાં ગુજરાતનો ૪૦ ટકા ફાળો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More