Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન, 100 કરોડના ખર્ચે કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે

સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સુરતમાં કોરોનાના કેસ 650 થી વધુ થઈ ગયા છે. ત્યારે હવે સરકાર માટે સુરતમાં કોરોનાને કન્ટ્રોલમાં કરવુ જરૂરી બની ગયું છે. ત્યારે આ અંગે મહત્વના નિર્ણયો લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. તેઓ પોતાના કાફલા સાથે સુરત પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીએ તેનો કાફલો પહોંચી ગયો હતો. જેના બાદ હવે બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરતના વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન અને સુપરીટેન્ડન્ટ પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન, 100 કરોડના ખર્ચે કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે

ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સુરતમાં કોરોનાના કેસ 650 થી વધુ થઈ ગયા છે. ત્યારે હવે સરકાર માટે સુરતમાં કોરોનાને કન્ટ્રોલમાં કરવુ જરૂરી બની ગયું છે. ત્યારે આ અંગે મહત્વના નિર્ણયો લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. તેઓ પોતાના કાફલા સાથે સુરત પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીએ તેનો કાફલો પહોંચી ગયો હતો. જેના બાદ હવે બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરતના વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન અને સુપરીટેન્ડન્ટ પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ, વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના

બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા સીએમ રૂપાણીએ જણાવ્યું કે, પહેલા અમદાવાદમાં કેસો વધતા હતા. હવે સુરતમાં કેસ ધીરે ધીરે વધી રહ્યાં છે. અમદાવાદમા હવે કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ હવે સુરત અને જિલ્લામાં પણ કેસો વધ્યા છે. રાજ્ય સરકાર સુરતની આ સ્થિતિ માટે ચિંતિંત છે. ધન્વંતરી રથનો પ્રયોગ અમદાવાદમાં સફળ રહ્યો છે. ત્યારે સુરતમાં પણ હવે 100થી વધુ ધન્વંતરી રથ ફેરવાશે. કુલ 500 વિસ્તારોમાં આ રથને ફેરવાશે. 104 નબર પર ફોન કરવાથી બે કલાકમાં તબીબ સાથે ગાડી પહોંચી દર્દીને માર્ગદર્શન આપશે. તેમજ સુરતની કિડની અને સ્ટેમસેલ હોસ્પિટલમાં 100 કરોડના ખર્ચે 8 થી 10 દિવસમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે તેવી તૈયારી રાખી છે. 6-7 એજન્સી એકસાથે હોસ્પિટલના નિર્માણમાં લાગી ગઈ છે. ર્દીઓને તમામ સગવડ મળે તેવા પ્રયાસ અમે કરીશું. બેડ નથી તેવી ફરિયાદો ન મળવી જોઈએ તેવા પ્રયાસ કરીશું. 8 થી 10 દિવસમાં સ્ટેમસેલ હોસ્પિટલ કોરોનાના દર્દીઓ માટે તૈયાર થઈ જશે. અને એક મહિનામાં કિડની હોસ્પિટલ તૈયાર થઈ જશે. ખાનગી હિસ્પિટલમાં 50 ટકા બેડનો ખર્ચો સરકાર કરે તેવું પ્લાનિંગ કરી રહ્યાં છીએ. હોસ્પિટલમાં કોરોનાના દર્દીને મોબાઈલની છૂટ અપાશે, જેથી તે પરિવાર સાથે વાત કરી શકશે. જેની પાસે મોબાઈલ ન હોય તે કાઉન્ટર પર મૂકેલ ફોન પર પરિવારજનો સાથે વાત કરી શકશે. 

ભરૂચ-અંકલેશ્વરમાં સ્થાનિકોએ કોરોના દર્દીના અંતિમ સંસ્કાર ન કરવા દીધા, લોકોએ અછૂત જેવો વ્યવહાર કર્યો

CM વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે,  કોરોનાને લઈને ચાલતી કામગીરી કેવી રીતે સરળ કરી શકાય તે અંગે સુચનો કર્યા છે. આ સાથે વધુ 200 વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા છે, જે આજે અથવા કાલે સુરત પહોંચી જશે. તેમણે કહ્યું કે, અમે સુરતમાં ધારાસભ્યો, ડોક્ટરો સાથે બેઠક કરી. સરકારે છેલ્લા એક સપ્તાહથી સુરતની પરિસ્થિતિ મામલે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી છે. 

તેમણે કહ્યું કે, અમે સુરત જિલ્લાની સમીક્ષા કરી છે. સુરતની પ્રજાને વિનંતી છે કે, કોરોનાની લડાઈ લાંબી છે. તેથી માસ્ક પહેરવું ફરજિયાત છે. 

ગુજરાત પોલીસ ચિંતામાં મૂકાઈ, વિવિધ પોલીસ તાલીમ સેન્ટરમાં 47થી વધુ જવાનોને કોરોના

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More