Home> Gujarat
Advertisement
Prev
Next

રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના ડમી કોચને જાહેર જનતા માટે મુક્યો ખુલ્લો, જાણો મેટ્રો ટ્રેનની લાક્ષણિકતાઓ

[[{"fid":"185074","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"metro-demo-2","field_file_image_title_text[und][0][value]":"metro-demo-2","type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"metro-demo-2","field_file_image_title_text[und][0][value]":"metro-demo-2"},"link_text":false,"attributes":{"alt":"metro-demo-2","title":"metro-demo-2","class":"media-element file-default","data-delta":"3"}]]દક્ષિણ કોરીયાથી દરીયાઇ માર્ગે મુંદ્રા પોર્ટ અને ત્યાંથી રોડ માર્ગે અમદાવાદના રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનનો ડમી કોચ લાવવામાં આવેલો છે. આ ડમી કોચનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

રીવરફ્રન્ટ પર મેટ્રો ટ્રેનના ડમી કોચને જાહેર જનતા માટે મુક્યો ખુલ્લો, જાણો મેટ્રો ટ્રેનની લાક્ષણિકતાઓ

અમદાવાદ: કોરિયાથી આવેલા મેટ્રો રેલના કોચને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો. તેમણે કહ્યું કે આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે, જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી 2019ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલથી એપેરલ પાર્ક ના 6.50 કી.મીના રૂટ પર ટ્રાયલ રન કરાશે. માત્ર એટલું જ નહીં, વર્ષ 2020 સુધીમાં અમદાવાદમાં સંપૂર્ણ મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે.
fallbacks

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મેટ્રો રેલના મોક-અપ કોચને આજે જાહેર જનતાના નિરીક્ષણ અને માહિતી માટે ખુલ્લો મુક્યો હતો. તેમણે કહ્યું કે, આ કોચ કોરિયાથી મોડેલ તરીકે આવ્યો છે જે મેટ્રો ટ્રેનની સુવિધા કેવી હશે તેનો ખ્યાલ નાગરિકોને આપશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯ ના પ્રથમ પખવાડિયામાં અમદાવાદ મેટ્રો રેલની વસ્ત્રાલ થી એપેરલ પાર્કના ૬.૫૦ કીલોમીટરના રૂટ પર ટ્રાયલ રન કરાશે. ૨૦૨૦ સુધીમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન ચાલતી થઇ જશે. તેમણે ઉમેર્યું કે, સુરત મેટ્રો માટે પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને ત્યાં પણ ગ્રાઉન્ડ વર્ક શરૂ કરીને ઝડપભેર કામ ઉપાડી સુરતને પણ મેટ્રો સુવિધાથી સાંકળી લેવાશે. 
 fallbacks
મુખ્યમંત્રીએ જનસુવિધા વધારવાના હેતુ સાથે શરૂ કરાનાર આ પ્રોજેક્ટની વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી શહેરીજનો માટે યાતાયાતની સુવિધા સરળ થશે તેમજ લોકોના સમયનો પણ બચાવ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં કોટ વિસ્તાર છે ત્યાં અંડરગ્રાઉન્ડ મેટ્રો દોડશે જેથી શહેરના ટ્રાફિકને કોઇપણ પ્રકારની અડચણ નહીં થાય. હાલ મોકઅપ કોચ શહેરજનો માટે ખુલ્લો મુકાયો છે જેને લોકો નિહાળી શકશે.

વિજય રૂપાણીએ આ મોક અપ કોચનું નિરીક્ષણ મૂક બધિર બાળકો સાથે કરીને પોતાની સંવેદનશીલતાનો સહજ પરિચય આપ્યો હતો. મેટ્રો પ્રોજેક્ટના એમ.ડી. આઇ.પી.ગૌતમે જણાવ્યું હતું કે, ફેઈઝ-૧માં પ્રથમ પાંચ વર્ષ માટે ૩ કોચની મેટ્રો ટ્રેન ચલાવાશે. જો કે શહેરમાં તમામ મેટ્રો સ્ટેશનો ૬ કોચની ટ્રેનની ક્ષમતાને આધારે બનાવાયા છે. મેટ્રો ટ્રેન કોચના ડીલીવરી શીડ્યુઅલની વિગતવાર સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રોનો પ્રથમ ટ્રેન ડીસેમ્બર, ૨૦૧૮ સુધીમાં દક્ષિણ કોરિયાથી અમદાવાદ ખાતે આવી જશે. અને ત્યારબાદ ખોખરા-એપેરલ પાર્ક ડેપો ખાતે તેને તૈયાર કરવામાં આવશે. બીજી ટ્રેન જાન્યુઆરી, ૨૦૧૯ના છેલ્લા અઠવાડીયામાં દક્ષિણ કોરિયાથી અમદાવાદ આવી જશે. સીવીલ એન્જિયિરીંગમાં ભણતાં વિદ્યાર્થીઓ મેટ્રો સાઇટ પર મુલાકાત લઇ તેનો અભ્યાસ કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરાઇ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત તમામ એલિવેટેડ કસ્ટેશનોની લંબાઇ ૧૪૦ મીટરની રાખવામાં આવેલ છે, જયારે અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનોની લંબાઇ ૨૨૦ મીટર કરતાં પણ વધારે રાખવામાં આવેલ છે. અમદાવાદ મેટ્રો રેલ હાલ દુનિયાની સૌથી અદ્યતન મેટ્રો ટેકનોલોજી આધારિત જીઓએ-૩ (ગ્રેડ ઓફ ઓટોમેશન) ટ્રેન છે. 

આ ટ્રેનની વિશેષતા એ છે કે દરેક લાઇનમાં ટ્રેન કન્ટ્રોલ રૂમથી ઓપરેટ અને કન્ટ્રોલ થાય છે. ડ્રાયવરની સીટ ઉપર એક ડ્રાયવર રાખવામાં આવે છે. જયારે પણ કોઇ ટેકનીકલ વિક્ષેપ યા ક્ષતિ ઉભી થાય તો ટ્રેનનું સંચાલન ડ્રાયવર કરી શકે છે.

ટ્રેનને ચલાવવા માટે તેમજ તેને મેન્ટેઇન કરવા માટે મેગા કંપની દ્વારા ૬૦૬ જેટલા ટ્રેઇની એન્જીનીયર્સની પસંદગી કરવામાં આવેલ છે. આ ઉમેદવારો પૈકી ૧૧૬ ઉમેદવારોને જરૂરી તાલિમ માટે મેટ્રો રેલ કોર્પોરેશનમાં મોકલવામાં આવેલ છે. તાલિમ પામેલા એન્જીનીયરો સ્ટેશન કન્ટ્રોલર અને ટ્રેન ઓપરેટીંગની કામગીરીમાં ઉપયોગી થશે. 

મેટ્રો ટ્રેનની લાક્ષણિકતાઓ
મે. હ્યુન્ડાઇ રોટેમ કંપની, દક્ષિણ કોરિયા કોચના ઉત્પાદક
3 કોચનો એક સેટ (+DMC+TC-DMC+)
સ્ટાન્ડર્ડ ગેજ (1435 મિલીમિટર)
67.32 મીટર 3 કોચ ધરાવતી એક ટ્રેનની લંબાઇ
2.90 મીટર ટ્રેનની મહત્તમ પહોળાઇ
3.98 મીટર (રેલ લેવલથી) ટ્રેનની ઊંચાઇ
આશરે 800 પેસેન્જર એક ટ્રેનની પેસેન્જર ક્ષમતા
ડ્રાઇવર લેસ ટ્રેન ઓપરેશન (GoA-3) ઓટોમેશન
750 વોલ્ટ ડીસી થર્ડ રેલ સિસ્ટમ
90 કિમી પ્રતિકલાક મહત્તમ ઝડપ (ડિઝાઇન)
80 કિમી પ્રતિકલાક મહત્તમ ઝડપ (ઓપરેટિંગ)
34 કિમી પ્રતિકલાક સરેરાશ ઝડપ
30 સેકન્ડ સ્ટેશન પર ઊભી રહેશે ટ્રેન 
સ્ટેનલેસ સ્ટીલ કાર બોડી
ઇમરજન્સી સમયે એક કલાક બેટરી બેકઅપ
મુસાફરો માટે ઇમરજન્સી એલાર્મ
કાર્સમાં સીસીટીવી
દરવાજા ખુલતા અને બંધ થતાં સમયે એલાર્મ
ઇમરજન્સી એર બ્રેક
વ્હીલ સ્લીપ કે સ્લાઇડ ન થાય તેવી વ્યવસ્થા
અકસ્માતે અથડાય તો લઘુત્તમ નુકસાન થાય તેવી ડિઝાઇન
કોચ અને ડ્રાઇવર કેબિનમાં અગ્નિશામક સાધનો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More