Home> Gujarat
Advertisement
Prev
Next

Gandhinagar: વિકાસની દિશામાં મુખ્યમંત્રીનું વધુ એક પગલું, આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને મંજુરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશન ને મંજુરી આપી છે

Gandhinagar: વિકાસની દિશામાં મુખ્યમંત્રીનું વધુ એક પગલું, આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનને મંજુરી

હિતલ પારેખ/ ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરો-નગરોના વિકાસને આયોજનબદ્ધ રીતે આગળ ધપાવી સર્વગ્રાહી શહેરી વિકાસની નેમ અન્વયે એક જ દિવસમાં ત્રણ નગરોના વિકાસ નકશા- ડેવલપમેન્ટ પ્લાનના આખરી-ફાઇનલ નોટીફિકેશનને મંજુરી આપી છે. મુખ્યમંત્રીએ જે ત્રણ નગરોના આવા ડેવલપમેન્ટ પ્લાનના ફાયનલ નોટીફીકેશનને મંજુરી આપી છે તેમાં મહેસાણા, બારડોલી અને ધરમપુરનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતના મહત્વના શહેર મહેસાણાના છેલ્લા બે દશકમાં થયેલા ઉત્તરોત્તર વિકાસ તેમજ શહેરની આગવી ઓળખ માટેના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ સૂચનોને આવરી લઈને તૈયાર થયેલા મહેસાણા ડી.પી.ને આખરી મંજૂરી આપી છે. આ ઉપરાંત તેમણે દક્ષિણ ગુજરાતના ધરમપુર નગરના ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને પણ મંજૂર કર્યું છે.

આ પણ વાંચો:- GUJARAT CORONA UPDATE: નવા 37 કેસ, 110 દર્દી સાજા થયા; એક દર્દીનું મોત

મુખ્યમંત્રીએ બારડોલી શહેરી વિકાસ સત્તા મંડળ-બુડા અંતર્ગત બારડોલી શહેર અને આસપાસના 16 ગામોના વિકાસ નકશાઓને આપેલી પ્રાથમિક મંજૂરી અને તેમાં આવેલા વાંધા-સૂચનોને ગુણવત્તાના ધોરણે ધ્યાનમાં લઈને બારડોલીના વિકાસ નકશાને પણ આખરી મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ આ ત્રણેય નગરોમાં ડેવલપમેન્ટ પ્લાનના ફાઇનલ નોટીફિકેશનને મંજૂરી આપતા હવે આવનારા બે દશક-20 વર્ષ માટેનો આ શહેરોનો આયોજનબદ્ધ વિકાસ માર્ગ મોકળો થયો છે.

આ પણ વાંચો:- રખડતા ઢોરની અડફેટે લોકોના ભલે જીવ જાય આપણે તો શું? ભાવનગર મનપાની રેઢીયાર કામગીરી

મુખ્યમંત્રીએ આ ત્રણ નગરોના ડેવલપમેન્ટ પ્લાનના આખરી જાહેરનામાં મંજૂર કરવા સાથે જ ગાંધીનગર-ગુડા વિસ્તારની અને રાજકોટની ડ્રાફ્ટ ટી.પી.ને પણ મંજૂરી આપી છે. તદ્દનુસાર, પાટનગર ગાંધીનગરના આયોજનની પથરેખા પર જ સાબરમતી નદીના પૂર્વ વિસ્તારની અને ગિફ્ટ સિટીની ઉતરે પાલજ, બાસણ, લવારપુર, શાહપુરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 25 ને મંજૂરી આપવામાં આવી છે. તે સાથે જ રાજકોટની રૈયા નં. 1 (સેકન્ડ વેરીડ) ની ડ્રાફ્ટ ટીપી પણ મંજૂર થઈ છે.

આ પણ વાંચો:- થરાદની નર્મદા કેનાલ બની મોતનો કૂવો, એક જ દિવસમાં ચાર જિંદગી ભરખી ગઈ

પાટનગર ગાંધીનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 25 ને મંજુરી મળવાથી ગાંધીનગર મહાનગરમાં અંદાજે વધું 350 હેક્ટર્સનો વિસ્તાર આયોજનબદ્ધ રીતે વિકસીત થશે. આ સ્કિમના પરિણામે ગાંધીનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ –ગુડાને રસ્તા ઉપરાંત સામાજિક આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે 3.50 હેક્ટર્સ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે 17 હેક્ટર, બાગ-બગીચા તેમજ ખુલ્લી જગ્યા માટે 10 હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે.

આ પણ વાંચો:- કચ્છમાં મંત્રની ઓફિસ સામે કાયદાની ઐસી કી તૈસી, જાહેરમાં હથિયાર વડે શખ્સ પર હુમલો; સામે આવ્યા CCTV

એટલુ જ નહીં, રહેણાક-વાણિજ્યિક વેચાણના હેતુ માટે 38.66 હેક્ટર જમીન પ્રાપ્ત થશે. ગાંધીનગરના શહેરીજનોને આના પરિણામે વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ આયોજનને વધુ સુદ્રઢ અને સમયબદ્ધ બનવવા  આવી ડી.પી ટી.પીની મંજૂરીની કામગીરી વેગવંતી બનાવવા વિભાગના અધિકારીઓને સૂચનાઓ પણ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More