Home> Gujarat
Advertisement
Prev
Next

સીએમ રૂપાણી આજે સરહદી વિસ્તાર કચ્છના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે (તા. 10 મે 2019, શુક્રવાર) સરહદી વિસ્તાર કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જઇ રહ્યાં છે. કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમજ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત કરવાના છે.

સીએમ રૂપાણી આજે સરહદી વિસ્તાર કચ્છના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે (તા. 10 મે 2019, શુક્રવાર) સરહદી વિસ્તાર કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જઇ રહ્યાં છે. કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમજ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત કરવાના છે. તો બીજી બાજુ જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અસરગ્રસ્ત જિલ્લામાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોનો જાયજો મેળવશે.

વધુમાં વાંચો: મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચ્યો

સીએમ રૂપાણી તેમની આ કચ્છ મુલાકાતમાં સવારે 10:30 વાગે ભુજ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી 11:30 કલાકે લખપત તાલુકાના નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ ગ્રામજનો સાથે સંવાદ-મુલાકાત કરશે. ત્યારબાદ 12:00 વાગ્યે તેઓ કોટેશ્વરમાં લખપત તાલુકાના અધિકારીઓની બેઠક યોજીને અછત રાહત કાર્યો માટે માર્ગદર્શન કરશે.

વધુમાં વાંચો: દ્રારકા: શારદામઠ ખાતે આદિ શંકરાચાર્યજીની 2525મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ

ત્યારબાદ સીએમ રૂપાણી બપોરે 1 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ધોરડોના ગોરેવલીના વોટર વર્કસની તથા મીઠડીના ગ્રામજનોની મુલાકાત લઇને વાર્તાલાપ સંવાદ કરશે. મુખ્યમંત્રી ધોરડો ખાતે જિલ્લા અધિકારીઓની બેઠક પણ યોજવાના છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, કચ્છમાં હાલ 481 ઢોરવાડામાં 2 લાખ 85 હજાર પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે.

વધુમાં વાંચો: દ્વારકાધીશ જગતમંદિરમાં ભગવાનને ગરમીથી બચાવવા રોજે રોજ નીત નવા પુષ્પોનો શ્રૃંગાર

225 ઘાસ ડેપો અંતર્ગત 1 લાખ 17 હજાર ઘાસ કાર્ડ ધારકોના કુલ 3 લાખ 90 હજાર પશુઓને આવરી લેવાયા છે. એટલું જ નહીં, કચ્છ જિલ્લાને ગત વર્ષની સરખામણીએ રોજનું 10 કરોડ લીટરથી પણ વધુ પાણી પૂરૂં પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-2019 સુધીમાં 1200 MCFT ભરવામાં આવ્યો છે.

વધુમાં વાંચો: આ વ્યક્તિએ લુક બદલવા 20 કિલો વજન વધારી નાખ્યું, કારણ છે 'રાહુલ ગાંધી', જાણો સુરતનો રસપ્રદ કિસ્સો

સીએમ રૂપાણીના તેમના એક દિવસીય કચ્છ પ્રવાસમાં જિલ્લા અછતની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારના વ્યાપક આયોજનની પણ સમીક્ષા જિલ્લાના અધિકારીઓ સાથે રહીને કરશે. ત્યારબાદ તેઓ 4:15 વાગ્યે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.

જુઓ Live TV:-

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More