Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવિ પોલીસ અને વર્તમાન પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેકની અટકાયતથી પ્રદર્શનકર્તાઓમાં રોષ

ગુજરાતમાં લોક રક્ષક ભરતી વિવાદોને કારણે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે કોરોના કાળના કારણે વિરોધ પ્રદર્શન થોડા સમય માટે ઠંડુ પડી ગયું હતું. 

ભાવિ પોલીસ અને વર્તમાન પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેકની અટકાયતથી પ્રદર્શનકર્તાઓમાં રોષ

ગાંધીનગર : ગુજરાતમાં લોક રક્ષક ભરતી વિવાદોને કારણે યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે કોરોના કાળના કારણે વિરોધ પ્રદર્શન થોડા સમય માટે ઠંડુ પડી ગયું હતું. જો કે હવે સ્થિતી ધીરે ધીરે સામાન્ય થતા જ આંદોલન ફરી ઉગ્ર બની રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ LRD મહિલાઓની જેમ સમાન મેરિટથી પુરૂષ ઉમેદવારોની જગ્યાઓ પર વધારો કરવાની માંગ સાથે 200 જેટલા યુવાનો આજે ગાંધીનગરમાં એકત્ર થયા હતા. ભારે હોબાળો કર્યો હતો.

મહત્વપૂર્ણ નિર્ણય: રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોનો વ્હીકલ ટેક્સ કર્યો માફ

આજે ગાંધીનગરમાં 200થી વધારે ઉમેદવારો ધરણા પર બેઠા હતા. જો કે તે પૈકી કેટલાક લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે તેમની અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. એલઆરડીના 200 જેટલા ઉમેદવારો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે એકત્ર થયા હતા અને ધરણા પર બેસી ગયા હતા. પુરૂષ ઉમેદવારોની પણ માંગ છે કે, જે પ્રકારે મહિલાઓની ભરતી કરવામાં આવી તે પ્રકારે તેમનામાં પણ જગ્યા વધારીને ભરતી કરવામાં આવે. કારણ કે મહિલાઓ વધી જવાના કારણે તેમની સંખ્યા ઘટી ગઇ છે. 

Farming: ઠંડા પ્રદેશની સ્ટ્રોબેરીની સૌરાષ્ટ્રમાં મબલખ ખેતી, જાણો ખેડૂતો કેવી રીતે કરે છે તગડી કમાણી

મહિલાઓની જેમ જ 80 માર્કથી વધારેના મેરિટવાળા તમામ લોકોને સમાવવા માંગ
પોલીસે વિરોધ કરી રહેલા ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. LRD ભરતીમાં જે પ્રકારે મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો કરીને 56 માર્ક હોય તેવી તમામ મહિલાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તે જ પ્રકારે પુરૂષ ઉમેદવારોમાં પણ 80 કે તેનાથી વધારે માર્ક હોય તેવા લોકોનો સમવાશ કરવા માટેની માંગ પુરૂષ એલઆરડી ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. જો કે સ્થાનિક પોલીસ દ્વારા કેટલાક યુવાનોની અટકાયત કરવામાં આવતા ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી એક પ્રકારે કહી શકાય કે ભાવિ પોલીસ અને હાલની પોલીસ વચ્ચે આ ઘર્ષણ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More