Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડમાં બે કાર ટકરાઇ અને પછી થઇ જોવા જેવી...જુઓ વીડિયો

વલસાડના કલ્યાણ બાગ સર્કલ નજીક અજીબ ઘટના બની હતી. બે કાર અકસ્માત થયા બાદ બંને કારમાં સવાર લોકો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. ટ્રાફિક પોલીસની હાજરીમાં જ સ્થિતિ વણસી હતી. એટલુ જ નહિ, બંને કારમાં સવાર લોકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ હતી. આ ઘટના બાદ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના બાદ સ્થાનિકો પણ તેઓને છોડાવવા વચ્ચે પડ્યા હતા. 

વલસાડમાં બે કાર ટકરાઇ અને પછી થઇ જોવા જેવી...જુઓ વીડિયો

જય પટેલ/વલસાડ :વલસાડના કલ્યાણ બાગ સર્કલ નજીક અજીબ ઘટના બની હતી. બે કાર અકસ્માત થયા બાદ બંને કારમાં સવાર લોકો એકબીજા સાથે બાખડી પડ્યા હતા. ટ્રાફિક પોલીસની હાજરીમાં જ સ્થિતિ વણસી હતી. એટલુ જ નહિ, બંને કારમાં સવાર લોકો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ હતી. આ ઘટના બાદ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના બાદ સ્થાનિકો પણ તેઓને છોડાવવા વચ્ચે પડ્યા હતા. 

...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ

કલ્યાણબાગ સર્કલ વલસાડનો મુખ્ય વિસ્તાર છે. જ્યાંથી એક તરફ રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે, તો બીજી તરફ શાળાનો જવાનો માર્ગ છે. આ કારણે આ વિસ્તાર સતત ધમધમતો રહે છે. સ્ટેટ હાઈવે તરીકે પણ આ રસ્તો પ્રખ્યાત છે. આવામાં ટ્રાફિક પોલીસે સિગ્નલનો ઈશારો કરતા જ એક કાર અટકી હતી. અચાનક બ્રેક લાગતા પાછળની કારની ટક્કર લાગે છે. બંને કારમાં લોકો સવાલ હતા. પાછળની કારમાં સવાર આધેડ વ્યક્તિ કંઈ પણ જોયા વગર અને સમજ્યા વગર આગળની કારમાં બેસેલી મહિલાઓ સાથે મારામારી કરવા લાગે છે. જેના જવાબમાં પરિવાર પણ મારામારી કરવા લાગે છે.

આ સમગ્ર કિસ્સામાં ટ્રાફિક જવાનની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ હતી. કારણ કે, ટ્રાફિક જવાન હાજર હોવા છતા 15થી 20 મિનીટ સુધી મારામારી ચાલી હતી. આટલા સમય સુધી તેણે કંઈ પણ કર્યું ન હતું, તે તમાશો જોયા કરતો હતો. પરંતુ તેમ છતા તેણે કંઈ કર્યું ન હતું. બાદમાં લોકોએ મામલો શાંત કર્યો હતો. હાલ આ વીડિયો વલસાડમાં વાયરલ થયો છે. જેમા ટ્રાફિક જવાન મારામારી થતા સમયે હસતો દેખાઈ રહ્યો છે. 

સાદગીવાળા લગ્ન માટે તો સુરતના આ કપલને મળવો જોઈએ એવોર્ડ, ગૌમાતા હશે લગ્નના મુખ્ય મહેમાન

આમ, નાની નાની વાતો પર લોકો પોતાનો કન્ટ્રોલ ગુમાવી બેસે છે, અને હાથાપાઈ પર ઉતરી આવે છે. ખાસ કરીને યુવાનો નાના ઝઘડાને પણ મોટું સ્વરૂપ આપી દે છે, જે આગળ જતા મોટા ગુના સ્વરૂપે પણ બહાર આવે છે. હાલ વલસાડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાતા સભ્ય સમાજના લોકો કેવી રીતે જાહેર રસ્તા પર નાની વાતને લઈને બાખડી પડ્યા છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More