Home> Gujarat
Advertisement
Prev
Next

PPE કિટનાં કારણે ઓળખવામાં મુશ્કેલી, સિવિલનાં ડોક્ટરે શોધી કાઢ્યો અનોખો ઝુગાડ

એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતના કર્મચારિઓ સતત પી.પી.ઇ. કિટમાં ફરજ નિભાવતા હોય છે. પી.પી.ઇ. આવા સમયે કયા વોર્ડમાં કયા સમયે કોણ ડૉક્ટર ફરજ બજાવે છે તે જાણવું આવશ્યક રહે છે. જો કે પીપીઇ કીટમાં કોઇ પણ વ્યક્તિને ઓળખવો મુશ્કેલ હોય છે. તેવામાં સિવિલ ઓર્થોપેડીક વિભાગના યુવા તબીબ ડૉ. નિરવે વેબ-ડેવલોપર મિત્રની મદદથી ‘કોવિડ-૧૯ કેર’ એપ્લીકેશન બનાવી છે. જેના પગલે હવે કોઇને ઓળખ પુછવી પડતી નથી પરંતુ આપોઆપ નજીકમાં રહેલા ડોક્ટર અગે માહિતી મેળવી શકાય છે. 

PPE કિટનાં કારણે ઓળખવામાં મુશ્કેલી, સિવિલનાં ડોક્ટરે શોધી કાઢ્યો અનોખો ઝુગાડ

મૌલિક ધામેચા/અમદાવાદ : એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એટલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતના કર્મચારિઓ સતત પી.પી.ઇ. કિટમાં ફરજ નિભાવતા હોય છે. પી.પી.ઇ. આવા સમયે કયા વોર્ડમાં કયા સમયે કોણ ડૉક્ટર ફરજ બજાવે છે તે જાણવું આવશ્યક રહે છે. જો કે પીપીઇ કીટમાં કોઇ પણ વ્યક્તિને ઓળખવો મુશ્કેલ હોય છે. તેવામાં સિવિલ ઓર્થોપેડીક વિભાગના યુવા તબીબ ડૉ. નિરવે વેબ-ડેવલોપર મિત્રની મદદથી ‘કોવિડ-૧૯ કેર’ એપ્લીકેશન બનાવી છે. જેના પગલે હવે કોઇને ઓળખ પુછવી પડતી નથી પરંતુ આપોઆપ નજીકમાં રહેલા ડોક્ટર અગે માહિતી મેળવી શકાય છે. 

આફતનો વરસાદ: અનેક જિલ્લામાં ખેડૂતથી માંડીને તંત્ર સુધી તમામના ગાઢ મોકળા થયા

આ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી તબીબોનું ડ્યુટી લીસ્ટ, ફરજ સમયપત્રક, ડોનિંગ અને ડોફીંગ પ્રક્રીયા સમજાવતા વિડીયો. ફરજ પર તૈનાત વિવિધ વિભાગના તમામ તબીબોના મોબાઈલ નંબર વગેરે માહિતી ઉપલબ્ધ છે. એપ્લિકેશનમાં વોર્ડ દીઠ, ફ્લોર દીઠ ફરજ પરના તબીબોની જાણકારી ઉપલબ્ધ બની રહે છે. ડોનિંગ-ડોફીંગ એ પ્રક્રિયા છે જેમા કર્મી તેના વ્યવસાય સંલગ્ન સુરક્ષાત્મક પહેરવેશ જેમ કે પી.પી.ઇ કીટ પહેરે અને ઉતારે છે. 

ગુજરાતમાં મોટા આતંકવાદી હૂમલાની શક્યતા, તમામ મહત્વના સંસ્થાનો પર સુરક્ષા વધારવામાં આવી

આ એપમાં ડોનિંગ અને ડોફીંગ પ્રક્રીયા સરસ રીતે સમજાવવામાં આવી છે. ડ્યુટી સંલગ્ન તમામ આવશ્યક જાણકારી રોજ સવારે શિફ્ટ શરૂ થતાં પહેલા એપમાં મુકવામાં આવે છે. આ અંગે સિવિલ સુપ્રિટેંડન્ટ ડૉ. જે. પી. મોદીને પૂછતાં જણાવ્યું  કે, હાલ આ એપ્લીકેશન કોવિડ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો માટે ખુબ જ ઉપયોગી નીવડી રહી છે. તબીબોને શીફ્ટ પ્રમાણે તમામ માહિતી મળી રહેતા સંકલન ઉત્કૃષ્ટ બન્યું છે. આગામી દિવસોમાં આ એપ્લીકેશનને ડેવલોપ કરી વધુ મોટા ફલક પર ઉપયોગમાં લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More