Home> Gujarat
Advertisement
Prev
Next

સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નાગરિકો દ્વારા ધરણા કરવામાં આવ્યા

શહેરના વોર્ડ નંબર ૧માં પ્રાથમિક એવી પાયાગત સુવિધાઓ પૂરી પાડવા માટે વારંવાર આ વિસ્તારના રહીશો તેમજ નગરપાલિકાનાં સદસ્યોએ  રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં  આવ્યા નથી

સુરેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે નાગરિકો દ્વારા ધરણા કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર: શહેરના વોર્ડ નંબર ૧માં પ્રાથમિક એવી પાયાગત સુવિધાઓ પૂરી પાડવા માટે વારંવાર આ વિસ્તારના રહીશો તેમજ નગરપાલિકાનાં સદસ્યોએ  રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં  આવ્યા નથી. જેના પગલે આ વિસ્તારના રહીશોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી અને તેઓના નેજા હેઠળ તપાસ કમિટીની રચના કરી. માળખાગત સુવિધાઓ પુરી પાડવાની સાથે આ વિસ્તારમાં રસ્તા અને ભૂગર્ભ ગટરના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

દિવાળી સમયે મોદી અને રાફેલ ફટાકડાની માંગ, લોકો કરી રહ્યા છે પડાપડી

તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે નગરપાલિકા કચેરી સામે ધરણા યોજ્યા હતા. આ ઉપરાંત સભ્યોએ જણાવ્યું હતુ કે વોર્ડ નંબર ૧ માં સી.સી.રોડ બન્યા બાદ તુરત જ તૂટી જતા કે તે કોન્ટ્રાક્ટર પાસેથી કમ્પ્લીશન સર્ટીફીકેટ આપનાર અધિકારી સામે પણ તપાસ થવી જોઇએ. નવી પાણીની લાઇન નાખવામાં આવી છે. જો કે તે માત્ર નામ પુરતી જ નાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. 

દિવાળીને ગણત્રીના દિવસો બાકી છે ત્યારે SOGનું સરપ્રાઇઝ ચેકિંગ

મંત્રી બનવાના કેફમાં રાચતા અલ્પેશને પ્રજાએ અરીસો બતાવી દીધો : પરેશ ધાનાણી

જો કે સ્થાનિકોને પાણી મળતું નથી. સ્થાનિકોને પુરતુ પાણી અને ફોર્સથી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટેની માંગ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભુગર્ભ ગટરમાં પણ કચરો ભરાઇ ગયો છે. જેના કારણે ગટર વારંવાર ઉભરાય છે. કેટલીક ઘટનામાં તો લોકોનાં ઘરમાં પણ ગટર ઉભરાઇ જાય છે. માટે યોગ્ય સફાઇ કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કચરો પણ એકત્રીત કરવામાં નથી આવી રહ્યો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More