Home> Gujarat
Advertisement
Prev
Next

ફેમસ આતાપી વોટરપાર્કના ખુલ્લા પડેલા ટાંકામાં પડીને બાળકનું મોત,

વડોદરાના આજવા નિમેટા (Ajwa Nimeta) પાસે આવેલા વોટર પાર્ક (water park) માં એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આજવા પાસેના આતાપી વોટર પાર્ક (AATAPI Wonderland)માં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું ડુબવાથી મોત થયું છે. અમદાવાદ (Ahmedabad) થી એક પરિવાર આજવા ફરવા આવ્યો હતો. તેમની સાથે આ બાળક પણ હતો. ત્યારે વોટર પાર્કમા આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબવાથી બાળકનું મોત નિપજ્યું હતું.

ફેમસ આતાપી વોટરપાર્કના ખુલ્લા પડેલા ટાંકામાં પડીને બાળકનું મોત,

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના આજવા નિમેટા (Ajwa Nimeta) પાસે આવેલા વોટર પાર્ક (water park) માં એક બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આજવા પાસેના આતાપી વોટર પાર્ક (AATAPI Wonderland)માં 12 વર્ષના હસ્નેન મન્સુરીનું ડુબવાથી મોત થયું છે. અમદાવાદ (Ahmedabad) થી એક પરિવાર આજવા ફરવા આવ્યો હતો. તેમની સાથે આ બાળક પણ હતો. ત્યારે વોટર પાર્કમા આવેલ અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં ડુબવાથી બાળકનું મોત નિપજ્યું હતું.

અમદાવાદ : ભાઈબીજની રાત્રે જિંદાલ ફેક્ટરીમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ કાબૂમાં ન આવી

વોટરપાર્કમાં આવેલ પાણીની ટાંકીનું ઢાંકણું ખુલ્લુ જ રાખવામાં આવ્યું હતું. તેથી બાળક તેમાં પડી ગયો હતો. 10 ફુટ ઊંડી પાણીની ટાંકી હોવાથી બાળક બહાર નીકળી શક્યું ન હતું. ભારે પ્રયાસો બાદ પણ બાળકને બહાર કાઢવામાં આવ્યો ન હતો. ત્યારે બાળકનું ટાંકીમાં જ મોત નિપજ્યું હતું. 

દિવાળી વેકેશનને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો સમય વધારાયો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે વોટરપાર્કના સંચાલકોએ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. આતાપીના સત્તાધીશોએ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રે 10 વાગ્યા સુધી સત્તાધીશોએ કોઈ જ પગલા લીધા ન હતા. બાળકને જ્યારે પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયો ત્યારે તબીબે પોલીસને જાણ કરી હતી. વાઘોડિયા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ શરૂ કરી છે. વડોદરા પાલિકાએ આ વોટર પાર્ક પીપીપી ધોરણે આતાપીને ચલાવવા માટે આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More