Home> Gujarat
Advertisement
Prev
Next

ખોટી શંકામાં ખેલાયો ખૂની ખેલ, રૂમડિયા ગામમાં હત્યાના બનાવમાં પાડોશી જ નીકળ્યો હત્યારો

છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામે ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો. ખોટી શંકામાં એક વ્યક્તિની નિર્મમ હત્યા કરાઈ છે. પોલીસે હત્યારાઓને પકડીને જેલ હવાલે કર્યાં છે. 

ખોટી શંકામાં ખેલાયો ખૂની ખેલ, રૂમડિયા ગામમાં હત્યાના બનાવમાં પાડોશી જ નીકળ્યો હત્યારો

સલમાન મેમણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામે ખેલાયો ખૂની ખેલ ખેલાયો હતો. ખોટી શંકામાં એક વ્યક્તિની નિર્મમ હત્યા કરાઈ છે. પોલીસે હત્યારાઓને પકડીને જેલ હવાલે કર્યાં છે. 

છોટાઉદેપુર જિલ્લાના રૂમડિયા ગામમાં પાડોશીની નિર્મમ રીતે કરાઈ હત્યા હત્યાનું કારણ જાણસો તો તમે પણ ચોંકી જશો. પાંચ દિવસ અગાઉ કચૂડીયાભાઈ રાઠવાના ખેતરમાં ઉગેલ ઘાસમાં આગ લાગી હતી. ત્યારે પાડોશમાં રહેતા શકરીયાભાઈને આ આગ ગામના જ કચૂડીયા રાઠવાએ લગાવી હોવાની શંકા ઉપજી હતી. આ માટે શકરીયાભાઈ કચૂડીયાભાઈ રાઠવાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. પણ કચૂડીયા રાઠવા તેના ખેતરનું ઘાસ સળગાવ્યું ના હોવાનું જણાવતો હતો. જેને લઈને બંને વચ્ચે અવાર નવાર બોલાચાલી પણ થતી હતી. 

તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે કચૂડીયાભાઈ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન સેવજી રાઠવા શક્કરીયાં રાઠવા અને મહેન્દ્ર રાઠવા ત્રણેય જણા સેવજીના ઘર પાસે ઊભા હતા. તેઓએ કચૂડીયાભાઈને જોતાં આ ત્રણેય આવેશમાં આવી ગયા અને કચૂડીયા રાઠવાને સેવજીના મકાનની ઑસરીમાં ખેંચી ગયા હતા. સેવજીએ ઓસરીમાં પડેલ હડનો સવડુ કચૂડીયાભાઈના માથાના ભાગે, મોઢાના ભાગે અને કાનના ભાગે માર્યો હતો. જેને લઈ ગંભીર ઇજાઓ થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. 

આ પણ વાંચો : ઈતિહાસનો સૌથી મોટો ચુકાદો, અમદાવાદ બ્લાસ્ટના 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ

આ વાતની જાણ તેમના દીકરાને થતાં તે તત્કાલિક ઘટના સ્થળ પર પહોચ્યો હતો. ગંભીર રીતે ઘાયલ પિતાને સારવાર અર્થે 108 દ્વારા પાનવાડ ખાતે અને ત્યાર બાદ તેઓને છોટાઉદેપુર લઈ ગયો હતો. જ્યાં તબીબે કચૂડીયાભાઈને ગંભીર ઇજાઓ હોવાને કારણે વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યુ હતુ. જ્યાં સારવાર દરમિયાન તા 12 ફેબ્રુઆરીના રોજ મોત નિપજ્યું હતું.

આ બાબતે કચૂડીયાભાઈના દીકરા કજમ રાઠવાએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા રૂમડિયા ગામના ત્રણ શખ્સોને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. આરોપી સેવજીની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલ્યુ કે, ત્રણ જણાએ માર માર્યો હતો.

આમ, ખોટા શંકા અને વહેમમાં નિર્દોષ વ્યક્તિનું મોત નિપજવતા ત્રણ વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે તો કરી દીધા છે, પરંતુ નિર્દોષ વ્યક્તિનું મોત નિપજવનારા આ ત્રણેય આરોપી પર ગામજનો ફિટકાર વરસાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More