Home> Gujarat
Advertisement
Prev
Next

CEPT યુનિવર્સીટીમાં નવરાત્રી દરમિયાન ગરબામાં ધમાલ મચાવનાર ત્રણની ધરપકડ

CEPT  યુનિવર્સીટીમાં નવરાત્રી દરમ્યાન ધમાલ મચાવનાર સાણંદના રેહવાસી 3 આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસએ ધરપકડ કરી છે. CEPT યુનિવર્સીટીમાં ગરબા પત્યા બાદ સિક્યુરિટી ગાર્ડએ  બહાર નીકળવાનું કેહતા 3 જેટલા શખ્સોએ CEPTમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. 
 

CEPT યુનિવર્સીટીમાં નવરાત્રી દરમિયાન ગરબામાં ધમાલ મચાવનાર ત્રણની ધરપકડ

જાવેદ સૈયદ/અમદાવાદ: CEPT  યુનિવર્સીટીમાં નવરાત્રી દરમ્યાન ધમાલ મચાવનાર સાણંદના રેહવાસી 3 આરોપીની ગુજરાત યુનિવર્સિટી પોલીસએ ધરપકડ કરી છે. CEPT યુનિવર્સીટીમાં ગરબા પત્યા બાદ સિક્યુરિટી ગાર્ડએ  બહાર નીકળવાનું કેહતા 3 જેટલા શખ્સોએ CEPTમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. 

સાણંદના રહેવાસી મેઘરાજ ગોહિલ શક્તિ સિંહ ચૌહાણ ,શનિ પટેલ ગરબા જોવા માટે CEPT યુનીવર્સીટી ખાતે ગયા હતા. જ્યાં ગરબા પત્યા પછી સિક્યુરિટી ગાર્ડએ આ 3 લોકોને ત્યાંથી નીકળવાનું કેહતા સ્કિયુરિટીને માર માર્યો અને છરી પણ બતાવી હતી. જેમાં મેઘરાજ ગોહિલ અને શક્તિ સિંહ ચૌહાણ નામના આરોપી છરી લાવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જો કે, અન્ય હાજર લોકો ત્યાંના પહોંચ્યા હોત તો છરીના ઘા આરોપીએ સિક્યુરિટી ગાર્ડને માર્યા હતો. આ ઘટના બાદ ચારે બાજુથી યુનિવર્સીટીમાં સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા હતા.

અમદાવાદ: કિસ કરવાનું કહી પતિએ પત્નીની જીભ પર છરી મારી

નવરાત્રીના નવમાં નોરતે સેપ્ટ યુનિવર્સિટીમાં આયોજિત ગરબામાં કે લુખ્ખાઓએ માચાવેલી  ધમાલને  લઈને મામલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના પૌત્ર ધર્મ પટેલે સોશયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ લખી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અને પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને લઈને પોલીસ ની તાપસ છે તેને વધુ વેગે ચાલી હતી. CEPTમાં ધમાલ મચાવનાર 3એ આરોપી મૂળ સાણંદના છે. જેમાંથી શક્તિ સિંહ અને મેઘરાજ નામના આરોપી 12 પાસ છે. જો કે CEPT યુનિવર્સીટીમાં નવરાત્રીમાં  બહારના લૂખા તત્વો પ્રવેશીને આ પ્રકારની હરકત કરતા હોય છે. જેને લઈને વિધાર્થીઓ પણ રોષ ઢાળવ્યો છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More