Home> Gujarat
Advertisement
Prev
Next

હાર્ટ એટેકે દુકાનદારનો જીવ લીધો, દુકાનમાં બેઠા બેઠા છાતીમાં દુખાવો ઉપડ્યો

Sudden cardiac arrest : જામનગરમાં 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત.... દુકાનમાં કામ કરતા સમયે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સુમિત પઢિયાર નામનો યુવાન મોતને ભેટ્યો... હાર્ટ એટેકની સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ... 

હાર્ટ એટેકે દુકાનદારનો જીવ લીધો, દુકાનમાં બેઠા બેઠા છાતીમાં દુખાવો ઉપડ્યો

Jamnagar News : સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે જામનગરમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત નિપજ્યુ છે. સુમિત પઢિયાર નામના યુવાનનુ હાર્ટ એટેકથી મોત થયું છે. યુવક પોતાની દુકાન પર બેઠો હતો ત્યારે છાતીમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયા. 

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરમાં 24 વર્ષીય સુમિત પઢિયાર નામના યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. સુમિતને દુકાનમાં બેઠા બેઠા જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેથી તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડ્યા હતા. ત્યારે દુકાનમાં ઢળી પડ્યાનો સુમિત પઢિયાનો વીડિયો સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં મૃત જાહેર કરાયા હતા. સુમિત પઢિયારના હાર્ટ એટેકની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. 

પૃથ્વી પર પ્રલય આવવાની તૈયારી : તમારા ઘરની લાઈટો પણ ઉડી જશે, બ્રહ્માંડમાં હલચલ થશે

 

 

રાજકોટમાં હાર્ટ એટેકથી બેના મોત 
રાજકોટનો 39 વર્ષીય યુવાન અને 55 વર્ષીય પ્રૌઢ અચાનક બેભાન થઇ ઢળી પડ્યા હતા. રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સતારભાઈ હારૂનભાઈ દલ (ઉ.વ.39) સવારે પોતાના ઘરેથી નજીકમાં આવેલ દુકાને ફાકી ખાવા માટે જતા હતા ત્યારે ઘર પાસેથી અચાનક બેભાન થઈ ઢળી પડયા હતા. બ્રાહ્મણીયાપરા વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ છગનભાઈ સીણોજીયા (ઉ.વ.55) સવારે પોતાના ઘરે ખાટલા પર બેઠા હતા ત્યારે અચાનક જ હદયરોગનો હુમલો આવતા બેભાન થઈ ઢળી પડયા હતા.

ગુજરાતના IPS અધિકારીની પત્નીએ કરી આત્મહત્યા, પોલીસ બેડામાં હડકંપ મચી ગયો

ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હાર્ટ એટેક
રાજકોટમાં બીજેપીના ધારાસભ્ય રમેશ ટીલાળા બુધવારે રાત્રે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, તે સમયે અચાનક તેમની તબિયત લથડી હતી. ત્યારબાદ તેઓ ડોક્ટર પાસે સારવાર માટે ગયા હતા, જ્યાં તબીબી નિદાનમાં હળવો એટેક આવ્યાનું સામે આવ્યું હતું. હાર્ટ એટેક આવતા જરૂરી મેડિકલ ચેકઅપ કરાયું હતું. હાલમાં ધારાસભ્યની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે.

ગઈકાલે ભાવનગરમાં મેડિકલ સ્ટુડન્ટને આવ્યો હતો હાર્ટ એટેક
ભાવનગર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા MBBS ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જીગર ચૌધરી નામના MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત થતા કેમ્પસમાં ટેન્શનનો માહોલ છવાયો છે. મૂળ બનાસકાંઠાનો જીગર ચૌધરી ભાવનગર મેડિકલ કોલેજમાં MBBS નો અભ્યાસ કરતો હતો. મેડિકલ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર 409 માં રહેતો વિદ્યાર્થી રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યો જ નહીં. જીગર ચૌધરી ને તેના સહાધ્યાયી મિત્રો સવારે ઉઠાડવા ગયા હતા પરંતુ તે જાગ્યો જ નહીં. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો. હાલ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે, પરંતુ સાચું કારણ તો પીએમ થયા બાદ બહાર આવશે.

કહેવાય છે કે ગુજરાતના આ પ્રેમી પંખીડા મોત બાદ એક થયા, તો દુનિયામાં આવશે મોટો પ્રલય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More