Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના IPS બેડા માટે ખુશખબર: પ્રવિણ સિન્હા બન્યા ઇન્ટરપોલના ડેલિગેટ, તુર્કીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

પ્રવિણ સિન્હા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર છે અને ગુજરાતની 1987 બેચના IPS છે. હવે તેઓ ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે નિમણૂંક થતાં 3 વર્ષ સુધી રહેશે. તુર્કીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

ગુજરાતના IPS બેડા માટે ખુશખબર: પ્રવિણ સિન્હા બન્યા ઇન્ટરપોલના ડેલિગેટ, તુર્કીમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો

ઉદય રંજન/ અમદાવાદ: ગુજરાતના IPS બેડા માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. પ્રવિણ સિન્હા ઇન્ટરપોલના ડેલિગેટ બન્યા છે. ગુજરાતના ઇતિહાસમાં આ સૌ પ્રથમ ઘટના બની છે, જેમાં CBIના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિન્હા ઈન્ટરપોલના ડેલિગેટ બન્યા હોય. તમને જણાવી દઈએ કે,  પ્રવિણ સિન્હા CBIના સ્પેશિયલ ડાયરેક્ટર છે અને ગુજરાતની 1987 બેચના IPS છે. હવે તેઓ ઇન્ટરપોલના ડેલિગેટ તરીકે નિમણૂંક થતાં 3 વર્ષ સુધી રહેશે. તુર્કીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

આ વિશે જાણવા મળતી માહિતી પ્રમાણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્પેશિયલ ડાયરેક્ટર પ્રવિણ સિંહાને ગુરુવારે ઈન્ટરપોલ એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયામાંથી પ્રતિનિધિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છે કે ચીન, સિંગાપોર, કોરિયા રિપબ્લિક અને જોર્ડનની નજર આ ચૂંટણીમાં કાર્યકારી સમિતિના બે પદો પર છે. આ ચૂંટણી ઈસ્તાંબુલમાં ચાલી રહેલી 89મી ઈન્ટરપોલ (ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન)ની સામાન્ય સભા દરમિયાન થઈ હતી.

ઈસ્તાંબુલમાં ચાલી રહેલી 89મી ઈન્ટરપોલ (ઈન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈઝેશન) જનરલ એસેમ્બલી દરમિયાન ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય ઉમેદવાર તરીકે તેમને સખત પડકારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેઓ વિજયી બન્યા હતા.  તેમણે કહ્યું કે ચીન, સિંગાપોર, કોરિયા રિપબ્લિક અને જોર્ડનની નજર આ ચૂંટણીમાં કાર્યકારી સમિતિના બે પદો પર છે.

પ્રવીણ સિન્હાએ જણાવ્યું હતું કે ભારતને વોટ આપનારા તમામ દેશોની અમે દિલથી પ્રશંસા કરીએ છીએ. આજની જીત સમગ્ર વિશ્વમાં એક તીવ્ર અને સારી રીતે સંકલિત ચૂંટણી અભિયાનનું પરિણામ છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (ઇન્ટરપોલ) એ આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓ, આતંકવાદ અને સાયબર ગુનાઓના વધતા જોખમને પહોંચી વળવા માટે એક મહત્વપૂર્ણ સંસ્થા છે. ભારત ઈન્ટરપોલના ઉદ્દેશ્યોમાં સક્રિયપણે યોગદાન આપવાનું ચાલુ રાખશે અને તેની વ્યાવસાયિક યોગ્યતા અને અનુભવ દ્વારા તેની અસરકારકતામાં વધારો કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More