Home> Gujarat
Advertisement
Prev
Next

Corona અને બ્લેક ફંગસ બાદ આ બીમારીએ મચાવ્યો હડકંપ, સારવાર ન મળતા કપાવું પડી શકે છે અંગ

કોરોનાથી (Coronavirus) સ્વસ્થ થયા બાદ બ્લેક ફંગસ (Black Fungus) બાદ હવે ગેંગરીનના (Gangrene) પણ કેસો આવતા હડકંપ મચ્યો છે. કોરોના દર્દીઓમાં (Corona Patients) લોહી ગંઠાઈ જવાની સમસ્યા વધી છે

Corona અને બ્લેક ફંગસ બાદ આ બીમારીએ મચાવ્યો હડકંપ, સારવાર ન મળતા કપાવું પડી શકે છે અંગ

અતુલ તિવારી/ અમદાવાદ: કોરોનાથી (Coronavirus) સ્વસ્થ થયા બાદ બ્લેક ફંગસ (Black Fungus) બાદ હવે ગેંગરીનના (Gangrene) પણ કેસો આવતા હડકંપ મચ્યો છે. કોરોના દર્દીઓમાં (Corona Patients) લોહી ગંઠાઈ જવાની સમસ્યા વધી છે. લોહીનું નસોમાં પરિભ્રમણ બંધ થતાં ગેંગરીનના કેસો વધ્યા છે. લાંબા સમય સુધી જો દર્દીમાં લોહી ગંઠાવાની (Blood Clots) સમસ્યા રહે તો ગેંગરીન થવાની શક્યતા રહે છે.

શરીરના કોઈ અંગના ટિશ્યુને ઓક્સિજન (Oxygen To Tissue) મળતું બંધ થાય એટલે ગેંગરીન થયું કહેવાય છે. સમયસર ગેંગરીનનો ઈલાજ (Gangrene Treatment) ના થાય તો અંગ કાપવાની ફરજ પડે તેવા પ્રકારની ઉપાધિ ઉભી થઈ છે. ગેંગરીનની અસર શરીરના જે અંગ પર થાય તેના રંગમાં બદલાવ આવે છે.

આ પણ વાંચો:- અમદાવાદની ધનવંતરી હોસ્પિટલમાં તબીબો માટે ખાસ કોર્ષ શરૂ, ઇમરજન્સી સેવાની આપશે તાલીમ

કોરોનાગ્રસ્ત કેટલાક દર્દીઓમાં ગેંગરીનની સમસ્યા ના થાય એ માટે કેટલીક દવાઓ અગાઉથી જ આપવામાં આવે છે. ગેંગરીનની અસર શરીરના અલગ અલગ ભાગોમાં થતી હોવાથી સમયસર તેનું નિદાન જરૂરી છે. ગેંગરીન થયા બાદ સર્જન દ્વારા જ તેની સારવાર કરવામાં આવતી હોય છે. કોરોનાની સારવાર દરમિયાન જરૂરી તમામ દવાઓ સલાહ મુજબ લેવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More