Home> Gujarat
Advertisement
Prev
Next

શરમ કરો! ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ભરાયા, સગીરાને પણ ના છોડી

Gujarat BJP : ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હવે છાપરે ચઢીને પોકારી રહ્યો છે, ત્યારે પ્રાંતિજના ધારાસભ્ય સામે રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં સગીરાના શારીરિક શોષણનો ગંભીર આરોપ મૂકાયો 

શરમ કરો! ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ભરાયા, સગીરાને પણ ના છોડી

Gujarat BJP : ભાજપના ધારાસભ્ય અને એક સમયના મંત્રી ગુજરાતમાં તો બચી ગયા પણ રાજસ્થાનમાં ભરાઈ ગયા છે. અગાઉ પણ એક મહિલાએ પ્રાંતિજના ધારાભ્ય પર આક્ષેપો કર્યા છે. જોકે, ભાજપના ધારાસભ્ય સામે અનેક રજૂઆતો છતાં કોઈ પણ કાર્યવાહીથી બચી ગયા હતા. હવે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર હોવાથી કાર્યવાહી થાય તો નવાઈ નહીં. પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્વ શારિરીક શોષણનો ગંભીર આરોપ મુકનાર મુકનાર મહિલા દ્વારા તેમના વિરૂદ્વ સિરોહી પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ નોંધવામાં આવી છે. 

મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી 
ગુજરાતમાં કાર્યવાહી ન થતાં આ મહિલાએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે.  મહિલાએ આક્ષેપ કર્યો છે કે, ઓગસ્ટ ૨૦૨૦માં તે ગજેન્દ્રસિંહ પરમાર સાથે જેસલમેર જઇ રહી હતી, ત્યારે આબુ રોડ પર આવતા તેણે મહિલા સાથે આવેલી તેની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઇ પગલા ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા અને છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર પરમાર અને ધમકી આપનાર મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવાનો આદેશ કરતા ફરિયાદ નોંધાઇ છે. ગજેન્દ્રસિંહ પરમાર હાલમાં પ્રાંતિજનો ધારાસભ્ય અને એક સમયના પૂર્વમંત્રી છે.

આ પણ વાંચો : 

આ વાંચીને લોકોનો ગુજરાત પોલીસ પરથી ભરોસો ઉઠી જશે : પોલીસ 30 બુટલેગરોના ખબરી બન્યા

સુમુલમાં થયું અમુલ જેવું, તાત્કાલિક 3 અધિકારીઓની હકાલપટ્ટી કરી

ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં 
પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ગજેન્દ્રસિંહ પરમાર સતત વિવાદમાં રહે છે.  શારિરીક શોષણ કરનાર મહિલાએ  તેમના વિરૂદ્વ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે ગજેન્દ્રસિંહ વિરૂદ્વ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ મુક્યો હતો. આ કેસમાં પોલીસે કાર્યવાહી ન કરતાં મહિલા કોર્ટમાં પહોંચી હતી. જેમાં કોર્ટે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. મહિલાએ આરોપ મૂકતાં જણાવ્યું છે કે, 2020માં તે  સગીર પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર સાથે રાજસ્થાનના જેસલમેર ખાતે જઇ રહી હતી.

મહિલા દીકરીને લઈને કારમાંથી ઉતરી ગઈ હતી 
આ દરમિયાન આબુરોડમાં મહિલા કારમાંથી નીચે ઉતરતાં આ સમયે સગીર દીકરી સાથે ગજેન્દ્ર સિંહ પરમારે છેડતી કરતાં તે ગભરાઈને બહાર નીકળી ગઈ હતી. જે સમયે બબાલ થતાં તેઓ અમદાવાદ રિટર્ન આવી ગયા હતા. આ અંગે સિરોહી પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા વિરૂદ્વ અરજી કરવામાં આવી હતી. પંરતુ, પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. આ દરમિયાન સાબરકાંઠા ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અને સાબર ડેરીના પૂર્વ ચેરમેન મહેશ પટેલે મહિલાના ઘરે આવીને મારી નાખવાની ધમકી આપી હતી. જેઓ સામે પણ સગીર દીકરી સાથે છેડછાડના ગંભીર આરોપો છે. આ કેસમાં ગંભીર કલમો અંતર્ગત પોલીસ કાર્યવાહી કરી રહી છે. 

આ પણ વાંચો : ઓછી મહેનતમાં કરોડપતિ બનવાની ટ્રીક આ મહિલા પાસેથી શીખો, એક ખેતી કરીને થઈ ગયા માલામાલ

જો આ મહિલાની હકિકતો પૂરવાર થઈ તો ભાજપના 2 નેતાઓ સામે રાજસ્થાનમાં મોટી કાર્યવાહી થઈ શકે છે. આ તમામ ગંભીર બાબતોને લઇને પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતા સિરોહી ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટ તમામ બાબતોને ગંભીરતાથી લઇને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા શુક્રવારે સિરોહી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ એક્ટિવ થતાં હવે પ્રાંતિજના ધારાસભ્ય ભરાઈ જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો : 

અમૃતા સિંહને તલાક આપતા સમયે સૈફને કેમ છુટ્યો હતો પરસેવો, વર્ષો બાદ સામે આવી હકીકત

અમદાવાદમાં સંભાળીને નીકળજો, આ રુટ પર અપાયા છે ડાયવર્ઝન, જાણો શા માટે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More