Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં કારને તાળાબંધી કરવી પડે તેવા દિવસો આવ્યા, હાહાકાર મચાવતી કાર ચોર ગેંગ પકડાઈ

Surat News : સુરત શહેરમાં છેલ્લા બે માસથી અલગ-અલગ સ્થળોથી કાર ચોરીના કિસ્સા વધી રહ્યા હતા, જેના બાદ પોલીસની ટીમ એક્ટિવ થઈ હતી, અને વોચ ગોઠવી હતી, આખરે આખી ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી

સુરતમાં કારને તાળાબંધી કરવી પડે તેવા દિવસો આવ્યા, હાહાકાર મચાવતી કાર ચોર ગેંગ પકડાઈ

ચેતન પટેલ/સુરત :રાત્રિ દરમિયાન અલગ અલગ સોસાયટી અને બંગલાની બહાર પાર્ક કરેલી ફોર વ્હીલર કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. જેમની પાસેથી 3 કાર સહિત 17.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, ચોરી કરેલી કાર પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વેચી દેતા હતાં. 

સુરત શહેરમાં છેલ્લા બે માસથી અલગ-અલગ સ્થળોથી કાર ચોરીના કિસ્સા વધી રહ્યા હતા. મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ વીડીઆઈ તેમજ ડીઝાયર મોડલની ફોરવ્હીલર કારની ચોરીના બનાવો બન્યા હતા. જેથી સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. આ ફોરવ્હીલર કારની ચોરી કરનાર ગેંગને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો : AAP ના રાઘવ ચઢ્ઢાનો આરોપ, ગુજરાત સરકાર અમારા ફોન રેકોર્ડ કરે છે

ક્રાઇમ બ્રાન્ચની વાહન સ્કોડના ટીમના માણસોને મળેલ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે રાંદેર વિસ્તારના માધવચોક સર્કલ રામનગર તરફ જવાના રોડ ઉપર નાકાબંધી ગોઠવવામાં આવેલ હતી. જે નાકાબંધી દરમ્યાન આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ચોરીની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પૂછપરછમાં તેઓએ પોતાનું નામ અનિલ ગાયરી અને અયુબલી જણાવ્યું હતું. આરોપીઓની વધુ પૂછપરછ કરતા  ગાડી ઉપરાંત ચોરી કરેલ અન્ય-૩ ફોરવ્હીલર કાર, જે અન્ય જ્ગ્યાએ છુપાવી રાખેલ હતી તેની પણ માહિતી આપી હતી.

fallbacks

સુરત પોલીસે ચોરીની તમામ કાર કબજે કરી હતી. પોલીસે 3 ફોર વ્હીલર કાર, મોબાઈલ સહિત રૂપિતા 17.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએએ જણાવ્યું કે, બંને આરોપીઓ તથા તેમની ગેંગના અન્ય સભ્ય સાથે મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના સમયે સોસાયટીની તથા બંગાલાની બહાર રોડ ઉપર પાર્ક કરેલ ગાડી ચોરી હતી. 

આ પણ વાંચો : પપ્પા ગર્લફ્રેન્ડ સાથે પકડાયા, તો દીકરી-મમ્મીએ મળીને જાહેરમાં ધોલાઈ કરી, જુઓ CCTV

કેવી રીતે પાર્ક કરેલી ગાડી ચોરી 
મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફ્ટ કારની ચોરી કરવા કારના ડ્રાઈવર સીટની આગળના ટાયર પાસે હાથ નાંખ્યો હતો. હોર્નના વાયર છુટા કરી Allen Key વડે દરવાજાનું લોક ખોલાયુ હુતં. કારનો દરવાજો ખોલી ઈલેક્ટ્રોનિક મશીન Auto Diagnostic Tool કિકોડીંગ મશીન તથા Engine Control ની મદદથી કાર ચાલુ કરી કારમાંથી GPS તથા ફાસ્ટ ટેગ હટાવી કાર ચોરી કરી હતી.

કાર ક્યાં વેચતા હતા
આરોપીઓ સૌથી પહેલા ચોરી કરેલી કાર શહેરના અન્ય વિસ્તારમાં પાર્ક કરતા હતા. ત્યાર બાદ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર તથા રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા. પોલીસે પૂછપરછ દરમિયાન રાંદેર , અડાજણ, પુના, સરથાણા, લીંબાયત, ઉમરા, મહારાષ્ટ્રના 15 ગુનાઓ ઉકેલી કાઢવામાં આવ્યા હતા. આ સાથોસાથ આરોપી અયુબે અત્યાર સુધી 23 ગુનાઓને અંજામ આપી ચુક્યો હોવાનું પોલીસ સામે કબૂલ્યુ હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More