Home> Gujarat
Advertisement
Prev
Next

Valsad : બિનવાસરી ગાડીમાંથી લાખો રૂપિયાનું બિનવારસી ચરસ મળતા ચકચાર

જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબર ઝડપાયો છે પણ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા માટે અવારનવાર ગાંજો, ચરસ અને દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. આવા સમયે પોલીસની નાક નીચેથી પણ બુટલેગરો ગોરખધંધો કરવાનું ચાલુ રાખે છે. આ વખતે પણ વલસાડમાં આવુ જ કઈક થયું છે. 

Valsad : બિનવાસરી ગાડીમાંથી લાખો રૂપિયાનું બિનવારસી ચરસ મળતા ચકચાર

વલસાડ : જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબર ઝડપાયો છે પણ આ વખતે જે જથ્થો મળ્યો તે બિનવારસી છે. યુવાધનને બરબાદ કરવા માટે અવારનવાર ગાંજો, ચરસ અને દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. આવા સમયે પોલીસની નાક નીચેથી પણ બુટલેગરો ગોરખધંધો કરવાનું ચાલુ રાખે છે. આ વખતે પણ વલસાડમાં આવુ જ કઈક થયું છે. 

વેજલપુરમાં વૃદ્ધાની હત્યા બાદ હત્યારો બહારથી તાળુ મારીને જતો રહ્યો અને...

વલસાડ જિલ્લામાંથી ફરી એક વખત નશીલા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ નજીક આવેલા વેજલપુર ગામમાં બીનવારસી કાર અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને પોલીસે અહીં આવી તપાસ કરી તો આંખો પહોંળી થઈ ગઈ. કારણ કે કારમાં પડ્યો હતો મોટી માત્રામાં ગાંજો. કારમાં રાખેલા થેલા અને ડ્રમમાં 36 કિલોગ્રામ એટલે કે અંદાજિત 3 લાખ જેટલો ગાંજો પોલીસે જપ્ત કર્યો છે. 

ભાવનગરની જાહેર સભામાં CM સામે જીતુ વાઘાણીએ વાટ્યો ભાંગરો, પાટીલે કહેવું પડ્યું શું બોલે છે આ?

સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ અને કાર અને ગાંજાને કબજે કરી પોલીસ સ્ટેશને લાવ્યા હતાં. અત્યારે પોલીસે આ બિનવારસી ગાંજો મૂકી જનારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.. અને આ કાર કોની છે??  ગાંજો અહીંયા કેવી રીતે આવ્યો?? અને ગાંજાના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે ?? તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસ માટે આ કોયડો છે કે કારમાં જ ગાંજો લાવ્યા હતા કે બીનવારસી કાર જોઈ પોલીસના ડરથી છૂપાવી ગયા હશે. હાલ તો પોલીસ આ બીનવારસી ગાંજા અને કારના માલિકની શોધમાં લાગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More