Home> Gujarat
Advertisement
Prev
Next

આવી સ્થિતિ વચ્ચે કેનેડામાં પગ મૂકાય! બેગ લઈને ભટકી રહ્યાં છે ગુજરાતી વિદ્યાર્થીઓ

study abroad : કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની હાલત કફોડી બની... રહેને કો ઘર નહિ.. સોને કો બિસ્તર નહિ... જેવી સ્થિતિ સર્જાઈ, ઉપરથી પાર્ટટાઈમ નોકરીઓ પણ નથી મળી રહી 
 

આવી સ્થિતિ વચ્ચે કેનેડામાં પગ મૂકાય! બેગ લઈને ભટકી રહ્યાં છે ગુજરાતી વિદ્યાર્થીઓ

Canada Student Visa : કેનેડા એટલે ગુજરાતી વિદ્યાર્થીઓને ભણવા માટેનુઁ ફેવરિટ ડેસ્ટિનેશન, કેનેડા દેશ ગુજરાતીઓને માફક આવી ગયો છે. આ દેશમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. પહેલા અભ્યાસ અને બાદમાં સેટલ્ટ થવાના ઈરાદાથી ગુજરાતીઓ ત્યાં વસવાટ કરે છે. જેને કારણે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જવાનો ક્રેઝ વધી ગયો છે. પરંતુ આ ક્રેઝ વચ્ચે રુકાવટ બન્યા છે કેનેડા અને ભારત વચ્ચેના રાજકીય સંબંધો. રાજકીય સ્થિતિ વણસતા હાલ સૌથી કફોડી સ્થિતિ કેનેડામાં રહેતા ભારતીયોની બની છે. હાલ તેમની હાલત ‘રહેને કો ઘર નહિ... સોને કો બિસ્તર નહિ...’ જેવી બની છે. યુવક-યુવતીઓ પોતાની બેગો ખેંચીને ઘરે-ઘરે ફરી રહ્યાં છે, ભાડાના ઘર શોધી રહ્યાં છે, પરંતું તેમને રહેવા માટે નવા ઘર જલ્દી મળી નથી રહ્યાં.

કેનેડા દેશ પહેલેથી જ હાઉસિંગ ક્રાઈસિસ સામે ઝઝૂમી રહ્યો છે. ઘરની વધતી જતી ડિમાન્ડ અને કિંમતો કારણે કેનેડા સરકાર વિઝા પર કાપ મૂકવાનો નિર્ણય લઈ રહી છે. કેનેડાની હાઉસિંગ ક્રાઈસિસ છુપી નથી. આ વચ્ચે કેનેડા અને ભારત વચ્ચેના રાજકીય સંબંધો વણસ્યા છે. આ વચ્ચે જે લોકો પહેલેથી કેનેડા રહે છે તેમને કોઈ તકલીફ નથી, પરંતુ જે નવા લોકો કેનેડામાં જઈ રહ્યા છે તેઓને હાઉસિંગ ક્રાઈસિસ સામે ઝઝૂમવુ પડી રહ્યું છે. 

દમણ ફરવા આવેલા પરિવાર સાથે દુર્ઘટના, હોટલના બાથરૂમમાં કરંટ લાગતા પિતા-પુત્રનુ મોત

કેનેડામાં ડોલરમાં ખર્ચા કરવા પડે છે. આવામાં જો ઓછા ભાવમાં ઘર ન મળે તો સ્ટુડન્ટ વિઝા પર જઈ રહેલા વિદ્યાર્થીઓની હાલત વધુ કફોડી બનશે. પહેલાથી જ તેઓ એજ્યુકેશનનો માતબર ખર્ચો ઉઠાવે છે, તો કેટલાક એજ્યુકેશન લોનથી કેનેડા પહોંચી રહ્યાં છે. આવામાં જો ઘરના ભાવ ઉંચા વસૂલાત તો તેમના ખર્ચા વધી શકે છે.    

કેનેડાના આંકડા અનુસાર, સરકારી આંકડા મુજબ, સમગ્ર કેનેડામાં ઓછામાં ઓછા 3,45,000 મકાનોની અછત છે. પરિણામે ભાડા પણ આસમાને છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓને ભાડાના મકાન નથી મળી રહ્યાં. શેરિંગ રૂમ પણ હાઉસફુલ જેવા છે. ઓન્ટારિયોમાં તેઓ રહેણાંક વિસ્તારોમાં પોતાની બેગ ખેંચીને ઘરે-ઘરે ફરી રહ્યા છે અને અજાણ્યા લોકો પાસેથી ભાડા પર જગ્યા માંગી રહ્યા છે. જો આ સ્થિતિ રહી તો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ઘરના અભાવે મોટલમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યાં તોતિંગ ભાડું ચૂકવી રહ્યાં છે. 

અમદાવાદના ગર્લ્સ PG ની છોકરીઓની બબાલ પોલીસ સ્ટેશન પહોંચી, સ્થાનિકોએ સોસાયટી બહાર બોર્ડ લગાવ્યા

કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને માત્ર ઘરની જ સમસ્યા નથી, તેઓને નોકરી મળવાના પણ ફાંફા પડી રહ્યાં છે. પાર્ટટાઈમ નોકરીઓ મળી નથી રહી. વિદ્યાર્થીઓ નાની નોકરીઓ માટે આમતેમ ભટકી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે, પ્લેસમેન્ટ એજન્સી છાત્રોને નોકરી માટે હાયર કરતી નથી.  વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, જો કેનેડામાં રહેવા અને નોકરીની સમસ્યા છે તો શા માટે કેનેડા સરકાર આટલી મોટી સંખ્યામાં વિઝા આપી રહી છે. એક તરફ અમારો ખર્ચો લાખોમાં થઈ રહ્યો છે, તેની સામે અમારા આવકના કોઈ સ્ત્રોત નથી. તો કરવાનું શું. 

CNG Price Hike : અદાણી CNG માં 15 પૈસાનો વધારો ઝીંકાયો, આજથી આટલા રૂપિયા ચૂકવવા પડશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More