Home> Gujarat
Advertisement
Prev
Next

‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો...’ કહી CAAના સમર્થનમાં સુરતના રસ્તા પર ઉતર્યા હજ્જારો લોકો

એક તરફ જ્યાં દેશભમાં CAA અને NRC મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે, ત્યાં ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર સીએએના સપોર્ટ (CAA Supprt) માં 62 રેલીઓનું આયોજન કરાયું છે. જેને પગલે સુરતમાં આજે મેગા રેલી નીકળી છે. સુરત નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે રેલીમાં જોડાયેલા લોકો ‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો...’ના નારા લગાવી રહ્યાં છે. સુરતમાં ઉમટેલા લોકજુવાળને જોઈને કહી શકાય કે અનેક લોકો નાગરિકતા કાયદાની તરફેણમાં છે. હજ્જારોની સંખ્યામાં મુસ્લિમ પણ CAAના સમર્થનમાં આવીને રેલીમાં પહોંચ્યા છે. 

‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો...’ કહી CAAના સમર્થનમાં સુરતના રસ્તા પર ઉતર્યા હજ્જારો લોકો

ચેતન પટેલ/સુરત :એક તરફ જ્યાં દેશભમાં CAA અને NRC મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે, ત્યાં ભાજપ દ્વારા ગુજરાતમાં ઠેરઠેર સીએએના સપોર્ટ (CAA Supprt) માં 62 રેલીઓનું આયોજન કરાયું છે. જેને પગલે સુરતમાં આજે મેગા રેલી નીકળી છે. સુરત નાગરિક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. ત્યારે રેલીમાં જોડાયેલા લોકો ‘દેશ કે ગદ્દારો કો ગોલી મારો...’ના નારા લગાવી રહ્યાં છે. સુરતમાં ઉમટેલા લોકજુવાળને જોઈને કહી શકાય કે અનેક લોકો નાગરિકતા કાયદાની તરફેણમાં છે. હજ્જારોની સંખ્યામાં મુસ્લિમ પણ CAAના સમર્થનમાં આવીને રેલીમાં પહોંચ્યા છે. 

સરકાર CAA-NRCમાં વ્યસ્ત રહી, UNના રિપોર્ટ પર ન આપ્યું ધ્યાન, અને પાકિસ્તાનથી ઘૂસ્યા ઉડતો આતંક

મુસ્લિમોનું પણ CAAને સમર્થન
ભાજપ દ્વારા આયોજિત આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો પણ જોડાયા છે. જેઓએ CAAને સમર્થન આપ્યું છે. મુસ્લિમ આગેવાનોએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલી વનિતા વિશ્રામથી નીકળીને કલેક્ટર કચેરી સુધી પહોંચશે, રેલી માટે સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. RAF, સુરત પોલીસનો વિવિધ સ્ટાફ બંદોબસ્તમાં મૂકાયો છે. 

રાજ્ય-આંતર જિલ્લાની 200 પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો આદેશ છૂટ્યો, હવે ગુજરાતમાં ઘૂસાડાતો દારૂ કેવી રીતે રોકશો?

fallbacks

આજે રાજ્યમાં 62 રેલી
ઉલ્લેખનીય છે કે, CAAના વિરુદ્ધમાં રાજ્યમાં ગત એક સપ્તાહથી ચાલી રહેલા આંદોલનોને શાંત કરવા માટે રેલી યોજવાનું આયોજન ભાજપ દ્વારા કરાયું છે. ભાજપની રવિવારે યોજાયેલી બેઠકમાં CAA સંદર્ભે નાગરિકો સામે સત્ય હકીકત રજૂ કરવા રાજ્યવ્યાપી કાર્યક્રમો યોજવાનું પ્લાનિંગ કરાયું હતું, જે અંતર્ગત આ રેલી યોજાઈ રહી છે. નાગરિકતા સંશોધન કાયદાને લઇને ભાજપની રણનીતિ પ્રમાણે આજે મંગળવારે દરેક જિલ્લા મથકો પર નાગરિક સમિતિઓ દ્વારા રેલી યોજાશે. નાગરીકતા સંશોધન કાયદા સામે થયેલા વિરોધ બાદ તમામ રાજ્યોમાં ભાજપે જનજાગૃતિ લાવવા કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત નાગરિક સમિતિઓના માધ્યમથી દરેક જિલ્લા મથકો પર રેલીનું આયોજન થયું છે, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરીકો, નિવૃત અધિકારીઓ, રાજકીય આગેવાનો જોડાશે અને આ કાયદાની હકારાત્મક પાસાઓને લઇને રજૂઆત કરશે. નાગરિકતા સંશોધન કાયદો નાગરિકોના હિતમાં હોવાની વાત કરાશે. નાગરિકતા સંશોધન કાયદાથી ભારતના કોઇપણ નાગરિકને કોઇ જ અસર નહિ થાય. કેન્દ્રની મોદી સરકારનો આ કાયદો પડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓ પર લાગુ થશે, ભારતના નાગરિકો પર નહિ. આ કાયદાને લઇને જે પણ ગેરસમજો ફેલાવવામાં આવી છે તે દૂર થાય તે માટે આ જનજાગૃતિ અભિયાન જરુરી હોવાનો દાવો ભાજપ પ્રમુખ જીતુ વાધાણીએ કર્યો હતો. તમામ જિલ્લા મથકો પર યોજાનારી રેલીઓમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ મળીને કુલ 62 થી વધુ આગેવાનો હાજર રહેશે. આ રેલીઓના માધ્યમથી ભાજપ CAA ના સમર્થનમાં માહોલ બનાવીને લોકોને સાચી વાત પહોંચાડવાનો પ્રયાસ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More