Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat: પ્રથમવાર કોમર્સના સુરતી વિદ્યાર્થીઓને CA શિખવાડશે અર્થશાસ્ત્રના પાઠ

સુરત મનપા દ્વારા શરૂ કરાયેલા વર્ગોમાં આંકડાશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયોનો અભ્યાસ કરાવવા સુરત (Surat) ના ચાર્ટડ એકાઉન્ટટો (Chartered Accountant) એ તૈયારી બતાવી છે.

Gujarat: પ્રથમવાર કોમર્સના સુરતી વિદ્યાર્થીઓને CA શિખવાડશે અર્થશાસ્ત્રના પાઠ

ચેતન પટેલ, સુરત: રાજય (Gujarat) માં સૌ પ્રથમવાર સુરત (Surat) મનપા સંચાલિક શિક્ષણ સમિતિની શાળામા ધો 11 કોમર્સ (Commerce) ના વર્ગો શરુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 1600 થી વધુ વિધાર્થીઓને ઓનલાઇન એડમિશન (Online Admission) આપી દેવામા આવ્યા છે. શરૂઆતમાં ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં 24 વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાંથી 13 વર્ગો પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરી દેવામાં આવ્યા છે. આ પ્રોજેકટ અતર્ગત સુરતના 78 થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટ (Chartered Accountant) આ બાળકોને અભ્યાસ કરાવશે, સાથોસાથ આ તમામને સીએ (CA) ની પરિક્ષાની તૈયારીઓ પણ કરાવશે.

સુરતની મનપા સંચાલિત શિક્ષણ સમિતિની સ્કુલમાં રાજયમા સૌ પ્રથમ વાર  ધોરણ 11 કોમર્સ શાળાઓ શરૂ કરવામા આવી છે. જો કે અહી મોટો  પ્રશ્ન વિદ્યાર્થીઓને ભણાવવા આવતા શિક્ષકોને લઈને પણ હતો. પરંતુ સારા કાર્યમાં સો કોઈ સાથ આપવા તૈયાર થાય છે. અને તેથી ઘણા લોકો આ માટે તૈયાર થયા છે. 

World Heritage Dholavira: 4500 વર્ષ પૂર્વેની મોડર્ન ટાઉનશીપની અનોખી વાતો, નગરરચનાથી માંડીને ડ્રેનેજ સિસ્ટમ સુધી

હવે ધોરણ 11ના વિદ્યાર્થીઓને એકાઉન્ટ (Accountant) અને કેરિયર કાઉન્સિલિંગ પણ શીખવાડમાં આવશે. સુરત મનપા દ્વારા શરૂ કરાયેલા વર્ગોમાં આંકડાશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા વિષયોનો અભ્યાસ કરાવવા સુરત (Surat) ના ચાર્ટડ એકાઉન્ટટો (Chartered Accountant) એ તૈયારી બતાવી છે. સુરત (Surat) માં આવા 78 ચાર્ટડ એકાઉન્ટન્ટ તૈયાર થયા છે જે સરકારી શાળામાં જઈને અભ્યાસ કરાવશે. આ સ્કુલમાં ખાસીયત એ હશે કે તેમને અભ્યાસ કરાવવા માટે એક કલાસમા 6 જેટલા ચાર્ટડ એકાઉન્ટટ (Chartered Accountant) જશે.

Hospital ની લાલયાવાડીનો વીડિયો થયો વાયરલ, નર્સે કહ્યું 'આ પ્રાઇવેટ હોસ્પિટલ નથી થોડું એડજસ્ટ કરવુ પડે'

શરુઆતના સમયમાં માત્ર 3 જેટલા જ સી.એ (CA) દ્વારા અભ્યાસ કરાવવાની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. જો કે બાદમા ધીરે-ધીરે એક પછી એક સી.એ જોડતા ગયા અને તેની સખ્યા 78 પર પહોંચી ગઇ છે. હાલ ધોરણ 11ના 1600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમના માટે 48 શિક્ષકો (Teachers) ની ભરતી કરવામાં આવી છે. ચાર્ડ્ટ એકાઉન્ટન્ટ (Chartered Accountant) જયારે આ વિષયોનો અભ્યાસ કરાવશે ત્યારે વિદ્યાર્થીઓને અઘરા વિષયો ખુબજ સરળતાથી સમજી શકશે. 

ભવિષ્યમાં કારકિર્દી પસંદ કરવા માટેનું તેમનું ફોકસ ક્લિયર બનશે. અને નિષ્ણાતો પાસેથી શિક્ષણ મેળવવાથી તેમનો પાયો મજબૂત બનશે અને આત્મવિશ્વાસ પણ વધશે. આ સાથોસાથ જે વિધાર્થીઓએ ભવિષ્યમા સી.એ (CA) ની પરિક્ષા આપવી હશે તો તેમને સી.એની પરિક્ષા (Exam) ની તૈયારીઓ પણ કરાવશે. જેથી વિધાર્થીઓનુ ભવિષ્ય ઉજળુ બને. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More