Home> Gujarat
Advertisement
Prev
Next

છોટાઉદેપુરમાં ગળાડૂબ પાણીમાં બસ ફસાઈ, અડધી રાત્રે 22 મુસાફરોને રેસ્ક્યૂ કરાયા

ChhotaUdepur Rain : છોટાઉદેપુરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં લોકોની મુશ્કેલી વધશે તેવા લોકોમાં ભય ફેલાયો છે. રવિવારે ખાબકેલા વરસાદ બાદ લોકોના ઘરોમાંથી માંડ પાણી ઓસર્યા પણ ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં ફરી પાણી ભરાવવાનો લોકોમાં ડર છે.

છોટાઉદેપુરમાં ગળાડૂબ પાણીમાં બસ ફસાઈ, અડધી રાત્રે 22 મુસાફરોને રેસ્ક્યૂ કરાયા

રવિ અગ્રવાલ/વડોદરા :છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. છોટાઉદેપુરમાં હજી પણ આજે ભારે વરસાદની આગાહી છે. ત્યારે છોટાઉદેપુરના નાની બુમદી પાસે મિની લક્ઝરી બસ પાણીમાં ફસાઈ હતી. 22 પેસેન્જર ભરેલી બસ પાણીમાં ફસાઈ હતી. ત્યારે વડોદરા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યું કામગીરી હાથ ધરાઈ હતી. રાતના અંધારામાં ડ્રાઈવર સહિત 22 પેસેન્જરને રેસ્ક્યું કરી બહાર કઢાયા હતા. રાત્રે 1 વાગ્યે ફાયરની ટીમે બચાવ કામગીરી કરી મુસાફરોના જીવ બચાવી લેવાયા હતા. ભારે ધસમસતા પ્રવાહમાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમે પ્રશંસનીય કામગીરી કરી હતી.

તો બીજી તરફ, છોટાઉદેપુરમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતાં લોકોની મુશ્કેલી વધશે તેવા લોકોમાં ભય ફેલાયો છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વરસાદના કારણે તંત્ર પણ ચિંતિત બન્યું છે. રવિવારે ખાબકેલા વરસાદ બાદ લોકોના ઘરોમાંથી માંડ પાણી ઓસર્યા પણ ફરી ધોધમાર વરસાદ શરૂ થતાં ફરી પાણી ભરાવવાનો લોકોમાં ડર છે. 

આ પણ વાંચો : વરસાદના ગળાડૂબ પાણીમાં ફસાઈ જાઓ તો શું કરવું? આ મહત્વની માહિતીથી બચાવી શકશો તમારો જીવ

છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે મોડી રાતે ઝી 24 કલાકની વાતચીતમાં કહ્યું કે, અત્યાર સુધી 257 લોકોનું જિલ્લામાં રેસ્કયુ કરાયું, 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યા છે. પાણેજ ગામમાં એક મહિલાનું મોત થયું, જેમને સહાય અપાશે. જેમના ઢોર પુરમાં મોત પામ્યા તેમને પણ સહાય ચૂકવાશે. જરૂરિયાતવાળા ગામોમાં આરોગ્યની સુવિધા પહોચાડવા તંત્રને સૂચના આપી છે. વહીવટી તંત્રને લોકોની સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપી છે. વહીવટી તંત્રએ, NDRF, SDRF ની ટીમે સરસ કામગીરી કરી છે. 

આ ઉપરાંત 22 કરોડના ખર્ચે બનેલ ચેક ડેમ 3 મહિનામાં જ તૂટી ગયા મામલે તેમણે કહ્યુ કે, નબળી કામગીરી મામલે તપાસના આદેશ આપીશું, ચેક ડેમ વહેલીતકે ફરી બને તેવા પ્રયાસો કરીશું. કોન્ટ્રાકટરને જરૂર પડશે તો નોટિસ આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More