Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરામાં ઈમારત પડ્યા બાદ ન ફરક્યો બિલ્ડર, એટલું હલકી કક્ષાનું કામ કર્યું કે પાયા પણ બહાર આવી ગયા 

સમગ્ર ઘટનામાં બિલ્ડરની ગંભીરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. હજી છ મહિના પહેલા ત્રણ માળની બિલ્ડીંગનું કામ શરૂ કરાયું હતું. બિલ્ડરે ઈમારતમાં હલકી કક્ષાનું કામ કર્યું છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું

વડોદરામાં ઈમારત પડ્યા બાદ ન ફરક્યો બિલ્ડર, એટલું હલકી કક્ષાનું કામ કર્યું કે પાયા પણ બહાર આવી ગયા 

હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરા (vadodara) ના બાવામાનપુરામાં મોડી રાત્રે એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. નવનિર્મિત આ બિલ્ડીંગ કેવી રીતે ધરાશાયી (building collapse) થાય તે અનેક સવાલો પેદા કરે તેમ છે. સમગ્ર ઘટનામાં બિલ્ડરની ગંભીરમાં ગંભીર બેદરકારી સામે આવી છે. હજી છ મહિના પહેલા ત્રણ માળની બિલ્ડીંગનું કામ શરૂ કરાયું હતું. બિલ્ડરે ઈમારતમાં હલકી કક્ષાનું કામ કર્યું છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. જેને કારણે રાજસ્થાનના ત્રણ મજૂરોનો જીવ ગયો છે. આ ઘટનામાં મહાવીર નામના કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું છે, જે ઘટના બાદ ફરાર થઈ ગયો છે. તેનો મોબાઈલ પણ બંધ આવે છે.

આ પણ વાંચો : વિરાટ કોહલીની રાજકોટની આ ક્યૂટ ફેન સામે અનુષ્કાનો પ્રેમ પણ ટૂંકો પડે

તમામ મજૂરો રાજસ્થાનના વતની 
વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત તૂટી પડી હતી. આ ઈમારતના છત પર ચાર મજૂરો સૂતા હતા. જેમાંથી ત્રણ મજૂરોના કાટમાળ નીચે દબાઈને મોત નિપજ્યા હતા. એક મજૂરને કાટમાળમાંથી બચાવી લેવાયો હતો. તમામ મજૂરો પાડોશી રાજ્ય રાજસ્થાનના વતની છે, જેઓ શ્રમજીવી તરીકે અહી કામ કરતા હતા. ઈમારતની છત પર ચારેય મજૂરો સૂતા હતા, ત્યારે આ ઘટના બની હતી. ફાયર વિભાગ દ્વારા આખી રાત રેસ્ક્યૂની કામગીરી કરાઈ હતી. સવારે રેસ્ક્યૂ કામગીરી પૂરી થયા બાદ કાટમાળ હટાવવાની કરાઈ હતી. ઇમારતના ભોંયતળિયે આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી 2 કાર સહિતનાં વાહનોનો પણ ખુરદો બોલી ગયો હતો. 

આ પણ વાંચો : વિરાટ કોહલીની રાજકોટની આ ક્યૂટ ફેન સામે અનુષ્કાનો પ્રેમ પણ ટૂંકો પડે

fallbacks

બિલ્ડીંગ છ મહિનામા જ એક સાઈડ નમી પડી હતી 
પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, સવાર સુધી બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર ફરક્યો ન હતો. હજી 6 મહિના પહેલા જ બિલ્ડરે ઈમારતનું કામ શરૂ કર્યું હતું. જેમાં ત્રણ માળની બિલ્ડીંગનો બેઝમેન્ટ તૈયાર થઈ ગયો હતો. જેમાં કાર વોશિંગની દુકાન શરૂ કરી દેવાઈ હતી. ઉપરના માળ પણ તૈયાર થઈ ગયા હતા, પરંતુ તેના ફિનિશિંગનું કામ ચાલતુ હતું. બિલ્ડરે આ ઈમારતનું એટલી હલકી કક્ષાનું કામ કર્યું હતું કે, ઈમારત ધરાશયી થયા બાદ તેના પાયા પણ જમીનમાંથી બહાર આવી ગયા હતા. હજી બિલ્ડીંગને બનીને 6 મહિના પણ થયા ન હતા, ત્યાં એક સાઈડ બિલ્ડીંગ નમી ગઈ હતી. સ્થાનિકોએ આ વિશે બિલ્ડરને ફરિયાદ કરી હતી, પણ બિલ્ડરે ધ્યાન આપ્યું ન હતું. તેની બેદરકારીને કારણે ત્રણ મજૂરોના જીવ ગયા હતા. 

fallbacks

રાજસ્થાનના મજૂરો કામ કરતા હતા 
મૃતકોમાં કમલેશ બળવાશિયા (27 વર્ષ) અને વસીબેન હોવાનું ખૂલ્યું છે. બંને રાજસ્થાનના કૌશલગઢના વતની છે. કમલેશ બળવાશિયા બિલ્ડીંગમાં કડિયાકામ કરતો હતો.  

પાડોશીઓને ધડાકાનો અવાજ સંભળાયો હતો, જેથી તેઓ તાત્કાલિક જોવા બહાર નીકળ્યા હતા. ઘટના બાદ બાવામાનપુરામાં દહેશતનો માહોલ છવાયો હતો. પાણીગેટ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. બિલ્ડરની બેદરકારી સામે કડક કાર્યવાહી કરાશે. બિલ્ડર કોણ છે હાલ તેની તપાસ થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More