Home> Gujarat
Advertisement
Prev
Next

BSF એ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાન રેન્જર્સને પાઠવી શુભેચ્છાઓ

14 ઓગસ્ટ 2021 ના ​​રોજ પાકિસ્તાન (Pakistan) ના સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે ગુજરાત (Gujarat) અને રાજસ્થાનના બાડમેરની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF અને પાકિસ્તાન રેન્જર્સે (Pakistan Rangers) મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

BSF એ પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાકિસ્તાન રેન્જર્સને પાઠવી શુભેચ્છાઓ

મૌલિક ધામેચા, અમદાવાદ: 14 ઓગસ્ટ 2021 ના ​​રોજ પાકિસ્તાન (Pakistan) ના સ્વતંત્રતા દિવસના શુભ પ્રસંગે ગુજરાત (Gujarat) અને રાજસ્થાનના બાડમેરની ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર BSF અને પાકિસ્તાન રેન્જર્સે (Pakistan Rangers) મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. 

આવા ઐતિહાસિક અને રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે એકબીજાને મીઠાઈ આપવી અને શુભેચ્છાઓ મોકલવાથી બંને દેશો વચ્ચે પરસ્પર સંવાદિતા અને ભાઈચારો વધતા હોવાનું મનાય છે. આ પ્રસંગો થી BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે સરહદ પર મૈત્રીપૂર્ણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

દૂધ નહીં આપતાં PM અને CM ને કરી રજૂઆત, 'હું ગરીબ છું એટલે ધક્કા ખાવા પડે છે મોદી સાહેબ'

14 ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે મનાવવાના નિર્ણયને વધાવ્યો
ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના 14 ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે મનાવવાના નિર્ણયને વધાવ્યો છે. અમિત શાહે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, “દેશના વિભાજન સમયે હિંસા અને તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલી આપણી અસંખ્ય બહેનો અને ભાઈઓના ત્યાગ, સંઘર્ષ અને બલિદાનની યાદમાં મોદીજીએ 14 ઓગસ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે." હું આ સંવેદનશીલ નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને અભિનંદન આપું છું.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, “દેશના ભાગલાના ઘા અને પ્રિયજનો ગુમાવવાનું દુ:ખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મને વિશ્વાસ છે કે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' સમાજમાંથી ભેદભાવ અને નફરતની દુષ્ટ ઇચ્છાનો અંત લાવશે અને શાંતિ, પ્રેમ અને એકતાને મજબૂત કરશે.”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More