Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં વિચિત્ર અકસ્માત, BRTS બસ દિવાલમાં ઘૂસી જતા બે ફાડિયાં થયા

અમદાવાદમાં વિચિત્ર અકસ્માત, BRTS બસ દિવાલમાં ઘૂસી જતા બે ફાડિયાં થયા
  • બસ રાણીપ ડેપોમાં જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં બસનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
  • પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ડ્રાઈવર અને સુપરવાઈઝર બે જ લોકો બસમાં હતા.

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ અને અકસ્માત એકબીજાના પર્યાય શબ્દ છે. અમદાવાદમાં સતત અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજે અમદાવાદમાં વિચિત્ર અકસ્માત સર્જાયો છે. શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા. બસ રાણીપ ડેપોમાં જઈ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. અકસ્માતમાં બસનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તો સાથે જ ડ્રાઈવર સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અન્ય ચારને ગંભીર ઈજા પહોંચી નથી.  

આ પણ વાંચો : આત્મવિશ્વાસથી ભરપૂર PSI અમિતા જોશી સ્યૂસાઈડ કરશે તેવુ કોઈએ વિચાર્યું ન હતું 

અખબાર નગર બ્રિજ પાસે બીઆરટીએસ બસને આ અકસ્માત થયો હતો. પ્રાથમિક માહિતી મળતી મુજબ, આગળ ચાલી રહેલ એક વાહનચાલકને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેમાં ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો છે. જોકે, આ બસ ખાલી હોવાથી મોટી ઘાત ટળી ગઈ હતી. જો આ બસમાં મુસાફરો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત. જોકે, ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવુ જાણવા મળ્યું છે. અકસ્માતમા વચ્ચે બ્રિજની દિવાલ આવી જતા બીઆરટીએસ બસના બે ભાગ થયા હતા. અત્યાર સુધી ક્યારેય આવી ઘટના બની હતી. 

રૂટ નંબર 15ની બીઆરટીએસ બસ ઈસ્કોનથી આરટીઓ સર્કલ તરફ જઈ રહી હતી. ત્યારે અખબાર નગર બ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ડ્રાઈવર અને સુપરવાઈઝર બે જ લોકો બસમાં હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More