Home> Gujarat
Advertisement
Prev
Next

આ શહેરમાં જતા હોય તો સાવધાન! સિંહ, દીપડા નહીં આ પ્રાણી મચાવી રહ્યું છે આતંક, 25-30 લોકો બન્યા શિકાર

છેલ્લા બે દિવસમાં એટલે કે ગત સાંજે અને આજે વહેલી સવારે શહેરના ભુવનેશ્વરી મંદિર પાસે રખડતા શ્વાને અલગ અલગ 25-30 જેટલા લોકોને બાચકા ભર્યા હતા. ભુવનેશ્વરી મંદિર પાસે પસાર થતા નાના મોટા તેમજ મહિલાઓ સહીત 25- 30 જેટલા લોકોને કરડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ શહેરમાં જતા હોય તો સાવધાન! સિંહ, દીપડા નહીં આ પ્રાણી મચાવી રહ્યું છે આતંક, 25-30 લોકો બન્યા શિકાર

ઝી બ્યુરો/ગોંડલ: શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અવાર નવાર રખડતા સ્વાન નો આતંક જોવા મળતો હોઈ છે. ત્યારે છેલ્લા બે દિવસમાં એટલે કે ગત સાંજે અને આજે વહેલી સવારે શહેરના ભુવનેશ્વરી મંદિર પાસે રખડતા શ્વાને અલગ અલગ 25-30 જેટલા લોકોને બાચકા ભર્યા હતા. ભુવનેશ્વરી મંદિર પાસે પસાર થતા નાના મોટા તેમજ મહિલાઓ સહીત 25- 30 જેટલા લોકોને કરડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

મંદિરે દર્શને આવતા ભક્તોને બચકા ભર્યા
ગોંડલ શહેરમાં આજ વહેલી સવારે સ્વાનનો આતંક જોવા મળ્યો હતો. ભુવનેશ્વરી મંદિર પાસે રખડતા ભટકતા સ્વાને મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને સ્વાને બચકા ભર્યા હતા. સ્વાને જાણે આખા વિસ્તારને બાનમાં લીધું હોય તેમ 25-30 લોકોને બચકા ભર્યા હતા.

ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા
ગોંડલ સ્વાન વહેલી સવારે 25 - 30 રાહદારીઓને બચકા ભરતા ઇજાગ્રસ્તો સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. સ્વાને નાના બાળકોને પણ છોડ્યા ન હતા. કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ મંદિર પાસે મજૂરી કામ કરતી માતા સાથે બાળક રમી રહ્યું ત્યારે સ્વાન નાના 4 વર્ષના બાળકને શિકાર બનાવી બચકા ભર્યા હતા.

તંત્ર કાર્યવાહી કરે તે પહેલા રાહદારીઓએ સ્વાન પતાવી દીધું
ગોંડલ શહેરમાં દિવસે ને દિવસે રખડતા સ્વાન ના આતંક ને લઈને લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે ત્યારે આજરોજ મહાદેવ વાડી વિસ્તારને એક સ્વાને બાનમાં લીધું હતું 25 થી 30 લોકો ને બચકા ભર્યા હતા. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરે તે પહેલાં જ રાહદારીઓએ સ્વાન નો પીછો કરી શ્વાનને પતાવી દીધું હતું. ત્યારે આસપાસ ની સોસાયટીમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

રખડતા સ્વાન આતંક સામે તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી
ઉલ્લેખનીય છે કે અગાવ પણ રખડતા ઢોર ના આતંક થી અનેક લોકો ના જીવ ગયા છે તો અનેક ને ઈજાઓ થવા પામી હતી હવે હાલ માં રખડતા આવા સ્વનો નો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે ત્યારે પાલિકા તંત્ર વહેલી તકે સ્વાન ના આતંક માંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More