Home> Gujarat
Advertisement
Prev
Next

ખોડલધામ પાસેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો: હોટલના ધંધામાં પૈસા બાબતે બબાલ થતા ભાગીદારની હત્યા

ખોડલધામ મંદિર નજીક ખંભાલીડાની સીમમાંથી સળગાવેલી હાલતમાં યુવાનનો મૃતદેહ ગત બુધવારના રોજ મળી આવ્યો હતો. જેને લઇને રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ખોડલધામ પાસેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો: હોટલના ધંધામાં પૈસા બાબતે બબાલ થતા ભાગીદારની હત્યા

ઝી બ્યુરો/રાજકોટ: જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગત બુધવાર સાંજે કાગવડ સ્થિત ખોડલધામ પાસેથી સળગાવેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવી હતી. જે બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેમાં શકમંદોની ઓળખ થઈ જતા હત્યાનો ભેદ પણ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. 

દશેરાના તહેવાર પહેલા AMCનો મોટો નિર્ણય; હવે નાગરિકો વ્હીકલ ટેક્સ ઓનલાઈન ભરી શકશે

હોટલના ધંધામાં પૈસા બાબતે બબાલ થતા ભાગીદારે જ ભાગીદારની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાગીદારને મૃતક પાસેથી રૂપિયા 47 લાખ લેવાના બાકી હોય જે મૃતક યુવાન આપતો ન હોવાથી અન્ય બે લોકો સાથે મળી હત્યાનો પ્લાન ઘડી પ્રથમ ગળું દબાવી બાદમાં લાશને ફેંકી દઇ ખાડામાં સળગાવી દીધી હતી. પોલીસે મુખ્ય આરોપી સહીત બે ની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

માતા-પિતા ચેતી જાવ...તમારા બાળકનું ધ્યાન રાખો! 9 મહિનાની સાક્ષી પેનનું ઢાંકણુ ગળી ગઇ

ખોડલધામ મંદિર નજીક ખંભાલીડાની સીમમાંથી સળગાવેલી હાલતમાં યુવાનનો મૃતદેહ ગત બુધવારના રોજ મળી આવ્યો હતો. જેને લઇને રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કોઈ શખસોએ હત્યા કરી લાશ સીમ વિસ્તારમાં લાવી સરપંચની વાડીના શેઢે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધાનું પોલીસનું અનુમાન હતું. ગાયો ચરાવતો ગોવાળ સવારે લાશ જોઇ ગયો હતો. પણ ડરી ગયો હોવાથી સાંજે ગામમાં જઈ ખંભાલીડાના સરપંચને જાણ કરી હતી. જે બાદ રાજકોટ ગ્રામ્ય એલસીબી અને સુલતાનપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફોરેન્સિક પોસમોર્ટમ કરાવી મૃતકની ઓળખ કરવા તજવીજ હાથ ધરી હતી.

'ઉંચા વ્યાજદરથી રાહતની કોઈ આશ નથી, તે ક્યારે ઘટશે તે તો સમય જ કહેશે...'

આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયાસો કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક જેતપુરના ખીરસરા ગામનો વતની છે. તેનું નામ રાજેશ ઉર્ફે રાજુ હરસુરભાઈ બોદર છે. તેમના મોટાભાઈ મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ બોદરને બોલાવી રાજકોટ ખાતે મૃતદેહની ઓળખ કરાવતા તેમનો નાનો ભાઈ રાજેશ જ હોવાનું ખુલ્યું હતું. જેથી સુલતાનપુર પોલીસે અજાણ્યા શખસો સામે મનોજભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Nitin Gadkari બનાવી રહ્યા છે એવો પ્લાન, માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે અમૃતસરની યાત્રા

પોલીસની પ્રાથમિક તપાસમાં રાજેશ અને આરોપીઓ ભાગીદાર હોવાનું સામે આવ્યું છે. ગત તારીખ 17 ઓક્ટોબરની રાતે મૃતક ગુમ થયો હતો. ત્યારબાદ 18 ઓક્ટોબરે શોધખોળ કરતા મૃતકના ભાઈએ આરોપી ફુલાભાઈને મૃતક વિશે પૂછતાં ફુલાભાઈએ જણાવ્યું હતું કે, તારો ભાઈ તેની કાર મને આપી પાંચ દિવસ માટે ક્યાંક ફરવા ગયો છે તેમ કહી હકીકત છુપાવી હતી.

Multibagger Stocks: 1 લાખનું રોકાણ કરનાર 1 વર્ષમાં બની ગયા અમીર, 4 ગણા થઈ ગયા રૂપિયા

રાજેશભાઇ અને જેતપુરના ફૂલાભાઈ પટેલે કાગવડ ખાતે ખોડલધામ હોટલ કરવાની વાત કરતા ખોડલ હોટલ એન્ડ ગેસ્ટ હાઉસ શરૂ કર્યું હતું. રાજેશ સાથે એક વર્ષ પહેલાં ફુલાભાઈએ ભાગીદારી પુરી કરી પૈસાની લેતી દેતી કરી લીધી હતી. જે પછી ફૂલાભાઈના દીકરાની સગાઈ થતી નથી એમ કહી 15 દિવસ માટે હોટલ માગી હતી. 

હોટેલ-સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા સામે લાલ આંખ; બે દિવસમાં 1546 સ્થળોએ દરોડા, 150...

રાજેશએ આપણે ભાગીદારી પુરી થઈ ગઈ છે. હવે હું હોટલ ન આપી શકું તેમ કહેતા તેનો ખાર રાખી ખોડલધામ પાસે આવેલા ભંડારિયા ગામે ફૂલાભાઈના સાઢુંની વાડીએ બોલાવી રાજેશની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મુખ્ય આરોપી ફૂલા ઘાડાણી, અશ્વિન કોઠીયા ની ધરપકડ કરી ફરાર આરોપી કિશન બંગડીવાળાની શોધખોળ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More