Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking: મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું, 31 માર્ચ સુધી રહેશે કાર્યરત

મહાઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. આ કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ ચર્ચા ચાલી રહી હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે.

Breaking: મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું, 31 માર્ચ સુધી રહેશે કાર્યરત

ઝી બ્યુરો/ગાંધીનગર: મહાઠગ કિરણ પટેલ કેસમાં ગુજરાતમાં મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું આપ્યું છે. હિતેશ પંડયા લાંબા સમયથી CMOમાં કાર્યરત હતા. પરંતુ કિરણ પટેલ કેસમાં તેમના પુત્ર પર આરોપ લાગ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે. 31 માર્ચ સુધી હિતેશ પંડયા કાર્યરત રહેશે.

નોંધનીય છે કે, મહાઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. આ કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ ચર્ચા ચાલી રહી હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે. આ શકયતાઓ વચ્ચે હિતેશ પંડ્યાના રાજીનામાના અહેવાલ સામે આવ્યા છે.

ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા છે. અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. અમિત પંડ્યા કાશ્મીરમાં CCTVનો ધંધો કરવા માગતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More