Home> Gujarat
Advertisement
Prev
Next

બ્રેકિંગ ન્યૂઝ : બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા

Board Exam Date Declare : ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર... ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી... ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ યોજાશે

બ્રેકિંગ ન્યૂઝ : બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, આ તારીખે શરૂ થશે ધોરણ 10 અને 12ની પરીક્ષા

Breaking News : રાજ્યમાં ધોરણ 10 અને 12 ની વાર્ષિક પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. ધોરણ-10 અને ધોરણ 12 ની પરીક્ષાની જાહેરાત થઈ ગઈ છે.ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા 11મી માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાશે. જોકે, ધોરણ-12 પછી લેવાતા ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10 નો સમય પરીક્ષાનો સવારનો રહેશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે. 

fallbacks

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું કે, ધોરણ-૧૦, સંસ્કૃત પ્રથમા અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના ઉમેદવારો માર્ચ - ૨૦૨૪ની પરીક્ષા તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન લેવાનાર છે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર મુકવામાં આવેલ છે, જેન તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ નોંધ લેવી.

ધોરણ 12 પછીની લેવાતી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલ 2024 ના રોજ લેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. ગુજકેટમાં ચાર વિષયની પરીક્ષા લેવાશે. ભૌતિક વિજ્ઞાન , રાસાયણિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનિયરિંગ અને પેરા મેડિકલ શાખાઓમાં જવા માટે ગુજકેટની પરીક્ષા ખૂબ જ મહત્વની છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણેય ભાષામાં પરીક્ષાના પ્રશ્નપત્ર આપવામાં આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More