Home> Gujarat
Advertisement
Prev
Next

ઘરના રસોડામાં બનાવ્યું હાઇડ્રાલિક સિસ્ટમ ધરાવતું ભોંયરું, પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો

બુટલેગર રામભાઇ પટેલે હાઇડ્રોલીક સિસ્ટમનો ઉપયોગ કરી ઘરના રસોડામાં ભોયરું બનાવી તેમાં દારૂ સંતાડ્યો હતો

ઘરના રસોડામાં બનાવ્યું હાઇડ્રાલિક સિસ્ટમ ધરાવતું ભોંયરું, પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો

મૌલિક ધામેચા / અમદાવાદ: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં બુટલેગરો દારૂનું વેચાણ કરવા અથવા તો દારૂનો સ્ટોક સંતાડવા અવનાવા નુસખા અને ટેકનીકો અપનાવતા હોય છે. શહેરના નરોડા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વિદેશી દારૂનો જથ્થો માલપુરથી અમદાવાદમાં લાવી ગેરકાયદેસર રીતે વેપાર કરતા એક બુટલેગરને પોલીસે આખરે ઝડપી પાડ્યો હતો.

fallbacks

શહેરના ઝોન-4 ડીસીપીને નરોડા વિસ્તારમાં રહેતા બુટલેગર રામભાઇ પરમારના ઘરે દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળી હતી. ચોક્કસ બાતમીના આધારે ઝોન-4 ડીસીપીએ રામભાઇને ઘરે અચાનક રેડ પાડી વિદેશી દારૂ અને બીયરના બોક્ક્ષો કબજે કર્યા હતા. જોકે સામાન્ય રીતે પોલાસને પણ ખ્યાલના આવે તે રીતે આ દારૂને સંતાડવામાં આવ્યો હતો.

fallbacks

પોલીસથી બચવા અને અલગ જ મોડેશ ઓપરેન્ડીથી આ બુટલેગરે તેના ઘરનાં રસોડામાં અન્ડરગ્રાઉન્ડ જગ્યામાં હાઇડ્રલિક ભોયરું બનાવી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. ઇલેક્ટ્રિક બોર્ડમાં ડિસમિસ નાખવાથી રસોડા વચ્ચેની બે ટાઈલ્સ ઊંચી કરીને ભોંયરાનો દરવાજો ખોલવામાં આવતો હતો.

fallbacks

હાલ પોલીસે આરોપી બુટલેગર રામભાઇ પરમાર સહિત 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી બુટલેગર રામભાઇ પરમાર અગાઉ 4 વખત પાસા હેઠળ સજા ભોગવી ચુક્યો છે અને તેની વિરૂધ 10થી વધુ વખત દારૂના કેસો પણ થઇ ચૂક્યા છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More