Home> Gujarat
Advertisement
Prev
Next

માછીમારોના નજર સામે તેમની ‘શિવ પરમાત્મા’ બોટે જળસમાધિ લીધી, 8 ડૂબતા ખલાસીને બચાવાયા

દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે જળસમાધિ (Boat Sink) લીધી છે. દરિયામાં ભારે પવનના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયાનું પાણી બોટમાં ભરાઈ ગયું હતું. જેને પગલે બોટ ડૂબી ગઈ હતી. શિવ પરમાત્મા નામની બોટ માછીમારો (Fishermen) ના નજર સામે જ દરિયામાં સમાઈ ગઈ હતી. ત્યારે બોટમાં સવાર 8 ખલાસીઓના બચાવમાં અન્ય બોટ દોડી આવી હતી અને તમામ આઠ માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. આમ, બોટની જળસમાધિમાં માછીમારોનો જીવ બચ્યો હતો. 

માછીમારોના નજર સામે તેમની ‘શિવ પરમાત્મા’ બોટે જળસમાધિ લીધી, 8 ડૂબતા ખલાસીને બચાવાયા

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ :દીવના વણાંકબારા નજીક 40 નોટિકલ માઈલ દૂર દરિયામાં બોટે જળસમાધિ (Boat Sink) લીધી છે. દરિયામાં ભારે પવનના કારણે મોજા ઉછળ્યા હતા અને દરિયાનું પાણી બોટમાં ભરાઈ ગયું હતું. જેને પગલે બોટ ડૂબી ગઈ હતી. શિવ પરમાત્મા નામની બોટ માછીમારો (Fishermen) ના નજર સામે જ દરિયામાં સમાઈ ગઈ હતી. ત્યારે બોટમાં સવાર 8 ખલાસીઓના બચાવમાં અન્ય બોટ દોડી આવી હતી અને તમામ આઠ માછીમારોને ડૂબતા બચાવી લીધા હતા. આમ, બોટની જળસમાધિમાં માછીમારોનો જીવ બચ્યો હતો. 

બદલાતા મોસમના મિજાજે તો ભારે કરી, કાતિલ ઠંડી વચ્ચે વરસાદની આગાહી

દરિયામાં ઠંડા પવનોનું જોર વધ્યું
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે દરિયો માછીમારો માટે ઘાતક સાબિત થયો છે. દરિયામાં ઠંડા પવનોનું જોર વધ્યું છે, જેને કારણે માછીમારોને માછીમારી કરવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. દરિયો હજી કેટલાનો ભોગ લેશે તેવુ ટેન્શન તેઓને સતત સતાવી રહ્યું છે. પરંતુ બીજી તરફ, પેટિયુ રળવા માટે અને માછીમારી કરવા દરિયામાં જવા સિવાય તેમની પાસે કોઈ ઓપ્શન નથી. 

Exclusive : ગુજરાતના બાળકોનું ભવિષ્ય પસ્તીમાં રઝળતુ મળ્યું, બોર્ડની સામગ્રીઓ ભંગારના ગોડાઉનમાંથી મળી

બોટ ડૂબવાની ઘટનાઓ વધી
તાજેતરમાં 25 દિવસ પહેલા ઓખાના દરિયામાં એક બોટ ડૂબવાથી 7 ખલાસીઓ લાપતા બન્યા હતા. તો ગત અઠવાડિયે ઉનાના સૈયદ રાજપરાના દરિયામાં ત્રણ બોટે જળ સમાધિ લીધી હતી, જેમાં ચાર જેટલા માછીમારો મૃત્યુ પામ્યા હતા. ત્યારે ગીર સોમનાથ-દીવના દરિયામાં વધુ એક બોટે જળ સમાધિ લેતા માછીમારો ચિંતામાં મૂકાયા છે. તો આ પહેલા પાણી ભરાઈ જતા બેટદ્વારકાનું રહેમાન નામનુ માલવાહક જહાજ અરબી સમુદ્રમાં ડૂબ્યુ હતું. આ જહાજ ઓખાથી શાહજહા જઈ રહ્યું હતું, જેમા સવાર 10 ખલાસીઓને બચાવી લેવાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More