Home> Gujarat
Advertisement
Prev
Next

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, લાખો વિદ્યાર્થીઓ માટે નિર્ણયાત્મક દિવસોની શરૂઆત

આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની રાજ્યભરમાંથી 9,64,529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 1,73,143 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની 9 એપ્રિલે, ધોરણ 12 વિજ્ઞાન પ્રાવાહની 8 એપ્રિલે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 12 એપ્રિલે પરીક્ષાઓ પુર્ણ થશે. 

આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, લાખો વિદ્યાર્થીઓ માટે નિર્ણયાત્મક દિવસોની શરૂઆત

અતુલ તિવારી/અમદાવાદ : આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. રાજ્યભરમાંથી અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 ની રાજ્યભરમાંથી 9,64,529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદમાં ધોરણ 10 અને 12 બોર્ડની કુલ 1,73,143 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10ની 9 એપ્રિલે, ધોરણ 12 વિજ્ઞાન પ્રાવાહની 8 એપ્રિલે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની 12 એપ્રિલે પરીક્ષાઓ પુર્ણ થશે. 

કચ્છમાં હીટ એન્ડ રનની ઘટના 2 લોકોના ઘટના સ્થળે મોત, 6 ગંભીર રીતે ઘાયલ

આ ઉપરાંત ધોરણ 10 ની ભાષા (પ્રથમ) વિષયની પરીક્ષા, સવારે 10 થી બપોરે 1.15 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા, બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે 10.30 થી 1.45 સુધી સહકાર પંચાયત, જ્યારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીમાં નામાંના મૂળ તત્વોની પરીક્ષા યોજાશે. સમગ્ર રાજ્યના 81 ઝોનમાં, 958 પરીક્ષા કેન્દ્રો પર, 3182 પરીક્ષા સ્થળમાં, 33,231 પરિક્ષાખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 ની પરીક્ષા સમગ્ર રાજ્યના 56 ઝોનમાં, 667 પરીક્ષા કેન્દ્રો પર, 1912 પરીક્ષા સ્થળમાં, 19,026 પરિક્ષાખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ભાવનગરમાં રાજશાહી હતી ત્યારે રસ્તાઓ ખુબ જ સારા હતા, લોકશાહીમાં રસ્તા બિસ્માર

રાજ્યભરમાંથી ધોરણ 10ની પરીક્ષા 9,64,529 વિદ્યાર્થીઓ આપશે. અમદાવાદમાં ધોરણ 10 ની 1,07,694 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે. અમદાવાદ શહેરમાં ધોરણ 10 ની 59,285 વિદ્યાર્થીઓ 7 ઝોનમાં, 34 કેન્દ્રો પર, 205 પરીક્ષા સ્થળમાં, 1,995 બ્લોકમાં પરીક્ષા આપશે. સમગ્ર રાજ્યમાંથી વિજ્ઞાન પ્રવાહની 1,08,067 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.અમદાવાદમાં વિજ્ઞાન પ્રવાહની 12,912 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન યોજાશે. અમદાવાદ શહેરમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 7,652 વિદ્યાર્થીઓ 5 ઝોનમાં, 10 કેન્દ્રો પર, 39 પરીક્ષા સ્થળોમાં, 390 બ્લોકમાં પરીક્ષા આપશે. રાજ્યભરમાંથી સામાન્ય પ્રવાહના 4,25,834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અમદાવાદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 52,537 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહના કેટલાક વિષયોની પરીક્ષા સવારે 10.30 થી બપોરે 1.45 સુધી તો કેટલાક વિષયોની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 કલાક સુધી યોજાશે.

ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા રદ્દ નહી થાય, આ માત્ર એક વિદ્યાર્થીએ કરેલી ચોરીનો મામલો ગણાયો

અમદાવાદ શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની 5 ઝોનમાં, 29 કેન્દ્રો પર, 104 પરીક્ષા સ્થળે, 927 બ્લોકમાં 30,493 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા ઝોન ખાતેથી પરીક્ષા સ્થળ પર પ્રશ્નપત્રોના મોનીટરીંગ માટે મોબાઈલ એપ્લિકેશન દ્વારા વિજિલન્સ કરાશે. વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારીઓ પરીક્ષા કેન્દ્રો પર મોનીટરીંગ કરશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રથમ દિવસે 30 મિનિટ વહેલા પરીક્ષા સ્થળમાં પ્રવેશ અપાશે, ત્યારબાદ 20 મિનિટ અગાઉ પ્રવેશ મળશે. બોર્ડની પરીક્ષા હોવાને કારણે પરીક્ષા સ્થળોની આજુબાજુ કલમ 144 લાગુ રહેશે. પરીક્ષાના સમયમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહેશે. પરીક્ષા સ્થળો પર CCTV કેમેરાથી નજર રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા તમામને ઓળખપત્રો અપાશે. પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ પ્રતિબંધિત રહેશે, કોઈપણ જાતના વિજાણુ ઉપકરણ સાથે પ્રવેશ મળશે નહીં. વર્ગખંડ બહાર પીવાના પાણીની વ્યવસ્થા રહેશે, પાણીની પારદર્શક બોટલ સાથે રાખી શકાશે, બુટ, ચપ્પલ અને મોજા બ્લોક બહાર રાખવા પડશે. રવિવારે વિદ્યાર્થીઓ વર્ગખંડના દરવાજાથી પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. પરીક્ષા સ્થળોમાં સેનેટાઇઝેશન, હેન્ડવોશ તેમજ માસ્ક ફરજિયાત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More