Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાંથી રૂપાલા, માંડવિયા આઉટ, શું લોકસભા ચૂંટણી લડાવશે ભાજપ?

Rajya Sabha Candidates from Gujarat: ગુજરાતની રાજ્યસભાની જે બેઠકો ખાલી થઈ રહી છે તેના માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. રૂપાલા અને માંડવિયા રાજ્યસભામાંથી આઉટ થઈ ગયા છે. 

રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાંથી રૂપાલા, માંડવિયા આઉટ, શું લોકસભા ચૂંટણી લડાવશે ભાજપ?

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક એકસાથે ખાલી પડી રહી છે. આ માટે ભાજપે આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.  પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ યાદીમાંથી આઉટ થઈ ગયા છે. હવે એમના માટે લોકસભા જ છેલ્લો વિકલ્પ છે. આજે જાહેર કરાયેલી યાદીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગોવિંદભાઈ ઢોલકિયા, મયંકભાઈ નાયક, અને જશવંતસિંહ સલામસિંહ પરમારના નામ સામેલ છે. 

જે ચાર બેઠકો ખાલી થઈ રહી છે તેમાં એપ્રિલમાં ભાજપના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને 2 કોંગ્રેસના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ બેઠકો બાદ એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. હાલ વિધાનસભામાં જે પ્રકારે ભાજપનું સંખ્યાબળ છે તે જોતા ચારેય બેઠકો ભાજપને ફાળે જાય તેમ છે. 

હવે માંડવિયા માટે કયો વિકલ્પ?
કોરોનાકાળમાં આરોગ્યમંત્રી તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી ચૂકેલી માંડવિયા પ્રધાનમંત્રી મોદીના ગુડબુકમાં છે. તેઓ તેમના વિશ્વાસુ ગણાય છે. ગુજરાતમાં મુખ્યંમત્રી તરીકે પણ માંડવિયાનું વરંવાર નામ વારંવાર ચર્ચાતું રહ્યું છે. ત્યારે હવે તેમને લોકસભાની ચૂંટણીમાં ઉતરાવામાં આવે તેવી શક્યતા પ્રબળ જણાય છે. લોકસભામાં જો મનસુખ માંડવિયાને ઉમેદવારી કરાય તો કઈ બેઠક હોય તેમાં રાજકીય વર્તુળોમાં મમમતાંતર છે.  પાલિતાણાના વતની મનસુખ માંડવિયા માટે ભાવનગર જિલ્લાની બેઠક યોગ્ય ગણાય. પણ આ બેઠક પર કોળી અને ક્ષત્રિય સમાજનો મોટો વર્ગ હોવાથી મોટાભાગે આ બેઠક પર આ બંને સમાજને પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે.

અલબત્ત અહી પાટીદારોની સંખ્યા પણ એટલી જ નોંધપાત્ર છે. વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને હટાવીને પાટીદાર ઉમેદવારને ટિકિટ અપાય તો કોળી મતદાર વોટબેંક નારાજ થાય તેવી શક્યતા નકારી શકાય નહિ. આ સંજોગોમાં ભાજપ સુરેન્દ્રનગર અને રાજકોટ એમ બે બેઠક કોળી ઉમેદવારને ફાળવી કોળી વોટબેંક જાળવી રાખે તેવી ગણતરી હાલ મૂકાઈ રહી છે. રૂપાલા હવે કઈ બેઠક પરથી ચૂંટમી લડશે એ ચર્ચાનો વિષય છે. બંને સૌરાષ્ટ્રના અને પાટીદાર નેતા છે. પહેલાંથી તેઓ રાજ્યસભામાં રીપિટ નહીં થાય તેવી ચર્ચાઓ હતી પણ માંડવિયા સરકારની ગુડબુકમાં હોવાથી તેમનું નામ બાકાત થતાં રાજકારણમાં ચર્ચાઓ જાગી છે. માંડવિયા હાલમાં આરોગ્યમંત્રી છે.  

મહારાષ્ટ્ર માટે પણ જાહેર કરાયા નામ
હજુ તો હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપ જોઈન કરનારા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણને ભાજપે રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે અન્ય ઉમેદવારોના નામ જાહેર કરાયા છે તેમાં મેઘા કુલકર્ણી, અજીત ગોપછડેના નામ સામેલ છે. 

ક્યારે છે રાજ્યસભાની ચૂંટણી
દેશમાં રાજ્યસભાની કુલ 245 બેઠકો છે. જેમાંથી 56 બેઠકો પર સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર કરેલી છે. જે મુજબ 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરવામાં આવશે. 8 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરીનો સમય ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે આપેલો છે. જ્યારે 20 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે. 50 રાજ્યસભા સભ્યોનો કાર્યગકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો 3 એપ્રિલે પૂરો થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More