Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચગાવી પતંગ, વાઘાણીએ પકડી ફીરકી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મકરસંક્રાંતિ નિમિતે અમદાવાદ આવી પોતાના પરિવાર સાથે ઉજવણી કરી હતી. ત્યારે બપોર બાદ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્કમાં આવીને સ્થાનિકો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. 

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચગાવી પતંગ, વાઘાણીએ પકડી ફીરકી

ઉદય રંજન/સુરત: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મકરસંક્રાંતિ નિમિતે અમદાવાદ આવી પોતાના પરિવાર સાથે ઉજવણી કરી હતી. ત્યારે બપોર બાદ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ પાર્કમાં આવીને સ્થાનિકો સાથે મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. 

જેમાં સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહીત સ્થાનિક ધારાસભ્ય કૌશિક પટેલ સહીતના ભાજપના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે જ્યારે પતંગ ચગાવી ત્યારે જીતુ વાઘણીએ અમિત શાહની ફિરકી પકડી હતી. અમિત શાહે સ્થાનિકો સાથે 20 થી 25 મિનિટ સુધી પતંગ ચગાવ્યા બાદ ઘર તરફ જવા નીકળયા હતા.

રાજ્યમાં ઉતરાયણના દિવસે જ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત

મહત્વનું છે, કે  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તમામ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવણી કરવા માટે અમદાવાદ પોતાના નિવાસ સ્થાને આવે છે. ઉતરાયણનો તહેવાર પણ તેમના પરિવારની સાથે પાર્ટીના સભ્યો સાથે ઉજવણી કરી હતી. જેમાં ગુજરાત ભાજપના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More