Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? લઠ્ઠાકાંડ બાદ હવે ભાજપના નેતાનો દીકરો ડ્રગ્સ સાથે ઝડપાયો

પોલીસે કારની તલાસી લેતા મળી આવેલા ડ્રગ્સનાં જથ્થાની FSL અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા મળી આવેલું ડ્રગ્સ MDM ડ્રગ્સ જે રેવ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે 1.96 લાખની કિંમતનો 19.680 ગ્રામ MDM નો જથ્થો કબ્જે કર્યો હતો.

ગુજરાતમાં આ શું થવા બેઠું છે? લઠ્ઠાકાંડ બાદ હવે ભાજપના નેતાનો દીકરો ડ્રગ્સ સાથે ઝડપાયો

બુરહાન પઠાણ, આણંદ: આણંદ જિલ્લાના સોજીત્રાનાં ડભોઉ રોડ પર આવેલા પેટ્રોલપંપ પર એસઓજી પોલીસે છાપો મારી કારમાંથી 19.680 ગ્રામ એમડીએમ ડ્રગ્સ સાથે રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રીનાં પુત્ર સાથે ચાર આરોપીને ઝડપી પાડી પોલીસે 1.96 લાખના ડ્રગ્સ સાથે 5.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આણંદના SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સોજીત્રાના ડભોઉ રોડ પર આવેલા નાયરા પેટ્રોલ પંપ પર છાપો મારી એક કારને ઝડપી પાડી કારની તલાસી લેતા કારમાંથી 19.680 ગ્રામ MDM ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર રાજકોટનાં તાલુકા ભાજપના મહામંત્રી સુરેશ રૈયાણીનાં પુત્ર રોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચારને ઝડપી પાડયા હતા.

ગુજરાતમાં દારૂબંધીના નામે કાયદો છે કે મજાક? 2 વર્ષમાં 2 અબજ રૂપિયાનો દારૂ ઝડપાયો!

પોલીસે કારની તલાસી લેતા મળી આવેલા ડ્રગ્સનાં જથ્થાની FSL અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા મળી આવેલું ડ્રગ્સ MDM ડ્રગ્સ જે રેવ પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાય છે તે હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે 1.96 લાખની કિંમતનો 19.680 ગ્રામ MDM નો જથ્થો કબ્જે કર્યો હતો.

પોલીસે કારમાંથી રાજકોટના તુષાર ઉર્ફે ભુરો જીવરાજભાઈ સાંગાણી, રોહન શૈલેષભાઇ વસોયા, મોહિત ઉર્ફે ટકો હંસરાજ પરસાણાં, તરોહન સુરેશભાઈ રૈયાણી સહિત ચાર શખ્સોની ઘરપકડ કરી હતી. ડ્રગ્સ સાથે પકડાયેલા ચાર પૈકી એક આરોપી રોહન સુરેશભાઈ રૈયાણી રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રી સુરેશભાઈ રૈયાણીનો પુત્ર હોવાનું ખુલતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

દૂધ પીતા પહેલા ચેતી જજો...! ગુજરાતમાં દારૂ કે દૂધ કશું જ અસલી નથી

પોલીસે MDM ડ્રગ્સ સાથે પાંચ મોબાઈલ ફોન,એક ઈલેક્ટ્રોનિક વજન કાંટો, અને કાર સાથે 5.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સોજીત્રા પોલીસ મથકે નાર્કોટીકસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા માટે અહીંયા આવ્યા હતા તેની પોલીસે પૂછપરછ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More