Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Election 2022: કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર બાયડમાં થયા ભાવુક, માતાનો એક કિસ્સો યાદ કરીને કહ્યું કે....

Gujarat Election 2022:  જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ નિર્દોષ નથી. ભાજપને મંજૂરી વગર રેલીઓની મંજૂરી આપવામાં આવે છે. અમને હેલિકોપ્ટરની મંજૂરી માટે પણ હેરાનગતિ કરવામાં આવે છે.

Gujarat Election 2022: કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર બાયડમાં થયા ભાવુક, માતાનો એક કિસ્સો યાદ કરીને કહ્યું કે....

Gujarat Assembly Election 2022: પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચારના પડઘમ શાંત થયા બાદ બાદ બીજા તબક્કાની બેઠકો ઉપર પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બાયડ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાયડની સભામાં જગદીશ ઠાકોરે આકરા પ્રહારો કર્યા હતા. 

જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યા હતા. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ નિર્દોષ નથી. ભાજપને મંજૂરી વગર રેલીઓની મંજૂરી આપવામાં આવે છે. અમને હેલિકોપ્ટરની મંજૂરી માટે પણ હેરાનગતિ કરવામાં આવે છે. પરંતુ 5 તારીખે કોંગ્રેસ મતદારો જવાબ આપશે. બાયડ બેઠકના બોરડી ગામે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા માટે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સભા ગજવી હતી.

જગદીશ ઠાકોર થયા ભાવુક 
મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ પદે હોઇશ. મારા માતા કંતાન બાંધીને કાલુપુરમાં મજૂરી કરતી હતી, ત્યારે જ નિર્ણય કર્યો હતો. મારી માની પરિસ્થિતિ જોઈ નિર્ણય કર્યો હતો. સામાન્ય લોકો માટે કોઈ પદ પર આવીને કામ કરીશ. આ વખતે કોંગ્રેસની સરકાર લાવીને જોઈ લો કામ કરીશ.

બોરડી ગામ સહિત આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો સભામાં હાજર રહ્યા હતા. અગાઉ મહેન્દ્રસિંહ વાઘેલા બાયડ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. આ અવસરે મહેન્દ્રસિહ વાઘેલાએ કહ્યું કે, આ સરકાર ઉખેડીને ફેંકી દેવાની તૈયારી બાયડના લોકો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈ ચૂંટણીમાં જેટલા મતોથી જીતાડ્યો હતો તેનાથી ડબલ મતોથી વિજેતા બનાવશો એવી અપેક્ષા છે. કોંગ્રેસને મત આપવા અપીલ કરું છું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More