Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પૂર્વ IPS ને બદનામ કરવાનો મોટો ખેલ : એક નેતા અને બે પત્રકારોએ મળીને રચ્યું ષડયંત્ર

Gujart Ex IPS Case : પૂર્વ IPS ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા. જેમાં આશુતોષ અને કાર્તિક જાની નામના ગાંધીનગરના બે પત્રકારોનો સમાવેશ થાય

ગુજરાતના પૂર્વ IPS ને બદનામ કરવાનો મોટો ખેલ : એક નેતા અને બે પત્રકારોએ મળીને રચ્યું ષડયંત્ર

Gujart Ex IPS Case ઉદય રંજન/અમદાવાદ : નિવૃત્ત IPS ને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા મામલે 5ની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS એ 5 લોકોની ધરપકડ કરવામા આવી છે. જેમાં ભાજપ OBC મોરચાના નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યુ છે. સાથે જ સ્થાનિક ભાજપના નેતા, પત્રકારોએ મળીને આ કાવતરું રચ્યુ હોવાનો ભેદ ખૂલ્યો છે. જેમાં બળાત્કારનું ખોટુ સોગંદનામું કરીને આખું ષડયંત્ર ઘડાયુ હતું. પૂર્વ IPS ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા. જેમાં આશુતોષ અને કાર્તિક જાની નામના ગાંધીનગરના બે પત્રકારોનો સમાવેશ થાય છે.

બંને પત્રકારો ગાંધીનગરના
નિવૃત્ત IPS ને ખોટી રીતે ફસાવવાનો અને બદનામ કરવાનો મામલે ગુજરાત ATS એ જે 5 લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક ભાજપના નેતા જીકે પ્રજાપતિ અને પત્રકારોએ મળીને એક મહિલા પર બળાત્કારનું ખોટું સોગંદનામું કરીને કાવતરું ઘડ્યું હતું. આશુતોષ અને કાર્તિક જાની નામના ગાંધીનગરના બંને પત્રકારોનો સમાવેશ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More