Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat BJP Candidate List: ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકીટ?

Gujarat BJP Candidate List: ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 14 નવેમ્બર પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

 Gujarat BJP Candidate List: ભાજપે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકીટ?

BJP Candidates List Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાના 160 ઉમેદવારો પહેલા જ જાહેર કરી દીધા છે. આજે ભાજપે પહેલા ચરણના મતદાનમાં બાકી રહેલા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 14 નવેમ્બર પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપે પોતાના 168 ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ ભાજપે 16 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.

મહત્વનું છે કે, ભાજપે જાહેર કરેલા 168 ઉમેદવારોમાં 16 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપના વધુ 6 ઉમેદવારોના નામ નીચે મુજબ છે.

  • ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકીટ
  • ખંભાળિયાથી મૂળુ બેરાને ટીકિટ
  • કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટીકિટ
  • ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યાને ટીકિટ
  • દેડિયાપાડાથી હિતેશ વસાવાને ટીકિટ
  • ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ

fallbacks

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More