Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતનું સૌથી મોટું બીટકોઈન કૌભાંડ આ સુંદર મહિલાને કારણે આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું

ગુજરાતનું સૌથી મોટું બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ શૈલેષ ભટ્ટ સહિત જયેશ પટેલ પર આક્ષેપ કરતા પત્રકાર પરિષદ યોજી હતી. ઉલ્લેખનીય છે કે, ફરાર શૈલેષ ભટ્ટનો મોબાઈલ સાળી નિશા ગોંડલીયા પાસે હતો. 

ગુજરાતનું સૌથી મોટું બીટકોઈન કૌભાંડ આ સુંદર મહિલાને કારણે આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું

ઉદય રંજન/અમદાવાદ :ગુજરાતનું સૌથી મોટું બીટકોઈન કૌભાંડ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. આ વખતે આરોપી શૈલેષ ભટ્ટના સાળીએ શૈલેષ ભટ્ટ સહિત જયેશ પટેલ પર આક્ષેપ કરતા પત્રકાર પરિષદ યોજી હતી. ઉલ્લેખનીય છે કે, ફરાર શૈલેષ ભટ્ટનો મોબાઈલ સાળી નિશા ગોંડલીયા પાસે હતો. 

હેંમત ચૌહાણના ચોંકાવનારા વીડિયો બાદ ભાજપના સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં જીતુ વાઘાણી ગાયબ રહ્યાં

ગુજરાતમાં ચકચારી બીટકોઈન કેસ અનેક ચોંકાવનાર વળાંકો આવ્યા હતા, ત્યારે હવે વધુ એક નવો વળાંક આવ્યો છે. જેમાં આરોપી શૈલેષ ભટ્ટનો એક મોબાઈલ હતો, જે મોબાઈલ શૈલેષ ભટ્ટે પોતાની સાળી નિશા ગોંડલીયાને આપ્યો હોવાની વાત સામે આવી છે. નિશા ગોંડલીયાએ આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, શૈલેશ ભટ્ટે આ મોબાઈલ સાળી નિશાને એવું કહી ને આપ્યો હતો કે, આ મોબાઈલમાં બીટકોઈન કેસને લગતા પુરાવા છે. જે યોગ્ય સમયે શૈલેષ ભટ્ટ કહે ત્યાં પહોંચાડવાના હતા.

ભાજપનો ખેસ પહેર્યાંના 24 કલાકમાં ગાયક હેમંત ચૌહાણનો યુ ટર્ન, કહ્યું-હું તો અભિનંદન આપવા ગયો હતો

ત્યાર બાદ નિશા ગોંડલીયાના જણાવ્યા અનુસાર જામનગરના જયેશ પટેલે તેનો સંપર્ક કર્યો હતો અને આ મોબાઈલ પોતાને આપી દેવા દબાણ કર્યું હતું. નિશાને ઈન્કાર કર્યા બાદ નિશાને દૂબઇ બોલાવવામાં આવી અને ત્યાં બળજબરીથી મોબાઈલ જયેશ પટેલે લઇ લીધો હતો, જે અંગેની પોલીસ ફરિયાદ દૂબઇમાં નોંધાવી હતી. નિશાના જણવ્યા અનુસાર, એ મોબાઈલમાં શૈલેષ ભટ્ટના 699 બીટકોઈન હતા. 

વડોદરા : શહીદ જવાનની અંતિમ યાત્રામાં ભાવુક દ્રશ્યો સર્જાયા, શણગાર સજીને પત્નીએ આપી વિદાય

નિશા ગોંડલીયાએ એમ પણ જણાવ્યું કે, આ મોબાઈલ જ્યારે જયેશ પટેલ પાસેથી પરત માંગ્યો ત્યારે તકરાર થઇ હતી અને જયેશ પટેલે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને આ મોબાઈલ બાબતે બનેવી શૈલેષ ભટ્ટ સાથે પણ અણબનાવ થયો છે. નિશાએ પણ જણાવ્યું હતું કે, શૈલેષ ભટ્ટ ફરાર હતો, ત્યારે એમના સાથે સંપર્કમાં હતો અને છેલ્લે ફોન આવ્યો ત્યારે દિલ્હી હોવાનું જણાવી રહ્યો હતો. ત્યારે આ મોબાઈલમાં શું હતું એ અંગે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More