Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત પર વાવાઝોડાનું મહાસંક્ટ! 8 જિલ્લાના 74 હજાર લોકોનું સ્થળાંતર, સામે આવી મહત્વની આ વાતો

Biparjoy Cyclone: વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

ગુજરાત પર વાવાઝોડાનું મહાસંક્ટ! 8 જિલ્લાના 74 હજાર લોકોનું સ્થળાંતર, સામે આવી મહત્વની આ વાતો

Biparjoy Cyclone:  ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. 

ગુજરાતમાં ભયંકર ચક્રવાતને પગલે રેડએલર્ટ થઈ જાહેર, આ જિલ્લાઓમાં પૂરની ચેતવણી

વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.

VIDEO: ઓ બાપ રે ભૂત આવ્યું કે શું? રાજકોટમાં ઓટોમેટિક ચાલવા લાગ્યા એક્ટિવા અને બાઈક

રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં ૪૬૦૪, કચ્છમાં ૩૪૩૦૦, જામનગરમાં ૧૦૦૦૦, પોરબંદરમાં ૩૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૫૦૩૫, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૦૮૯ એમ કુલ ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪૩૪૫ જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો આવતીકાલથી બંધ, વાવાઝોડાના કારણે ભક્તોને શું કરાઈ અપીલ?

ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામકના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આવતીકાલ તા.૧૫મી જૂનના રોજ સાંજે કચ્છના જખૌ ખાતે ટકરાશે અને સંભવિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાતમાં વધુ એક પુલ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો! પણ CMએ આપ્યા કડક કાર્યવાહીના આદેશ

દરિયાકાંઠાના જિલ્લાઓના ગામો-નગરોના લોકોને સંભવિત વાવાઝોડાની અસરો સામે સલામતિ-સાવચેતીના પગલાં અને રાજ્ય સરકારે ગોઠવેલી સ્થળાંતર સહિતની વ્યવસ્થાઓમાં સહયોગ આપવા અંગે મુખ્યમંત્રીશ્રીનો ઓડિયો મેસેજ તથા વોટ્સઅપ વિડીયો મેસેજ પણ માહિતી ખાતા દ્વારા મોકલવામાં આવી રહ્યા છે તેની પણ વિગતો આ સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી.

અંબાલાલ પટેલની આગાહી સાચી ઠરશે તો...! ઘેટાં-બકરાં ઉડી જાય એટલો ભયંકર પવન ફૂંકાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More