Home> Gujarat
Advertisement
Prev
Next

Biparjoy Cyclone: વાવાઝોડાને લઈ CM ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી, આ રહ્યું લિસ્ટ

Biparjoy Cyclone: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

Biparjoy Cyclone: વાવાઝોડાને લઈ CM ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી, આ રહ્યું લિસ્ટ

Biparjoy Cyclone: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડું ટકરાવાનું હવે લગભગ નક્કી છે. ત્યારે વાવાઝોડાના ખતરાને લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ યોજી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.

ગુજરાત પર 15 તારીખે બપોરે કાળ બનીને અહીં ત્રાટકશે વાવાઝોડું! આ વિસ્તારો પર મોટો ખતરો

CM ભૂપેન્દ્ર પટેલે કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી?

  • કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા
  • મોરબીમાં કનુભાઈ દેસાઈ
  • રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ
  •  પોરબંદરમાં કુંવરજી બાવળિયા
  • જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા
  • દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી
  • જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા
  •  ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી
  • આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

કુદરતના ખોળે વસેલી આ જગ્યાઓ છે સોમનાથથી સાવ નજીક, આ બીચ તો ગોવાને પણ ટક્કર મારે તેવો

તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી માત્ર 450 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 490 કિલોમીટર અને નલીયાથી 570 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ધીમે ધીમે વાવાઝોડાની સ્પીડમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ટકરાશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાશે. અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.

દરિયા દેવને રીઝવવા પહોંચ્યા ધારાસભ્ય, બે હાથ જોડી કચ્છ પરનું સંકટ ટાળવા પ્રાર્થના કર

હવામાન વિભાગે જણાવ્યું છે કે, બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયકલોન બની ચૂક્યું છે. ગુજરાતમાં 15 તારીખે વાવાઝોડું ત્રાટકશે. સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટમાં વાવાઝોડું ટકરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More