Home> Gujarat
Advertisement
Prev
Next

તારીખ પે તારીખ... રદ કરાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટા સમાચાર

exam postponed gujarat : બિન સચિવાલયની કલાર્કની પરીક્ષા બે મહીનામાં યોજાશે. 15 થી 20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેર કરાશે. ઝી 24 કલાકની વાતચીતમાં GADના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે આપ્યું નિવેદન

તારીખ પે તારીખ... રદ કરાયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અંગે મોટા સમાચાર

ઝી મીડિયા/બ્યૂરો :બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફૃ રાખવાની ગઈકાલે જાહેરાત કરતા જ રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી છે. ત્યારે GADના અધિક મુખ્ય સચિવની ZEE કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે.

પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોમાં રોષ
બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓ નિરાશા વ્યાપી ગઈ છે. પરીક્ષાઓ વારંવાર મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પડી ભાંગે છે. તૈયારી કરીને જ્યારે જ્યાર એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. 4 વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ત્યારે તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી છે. 13 ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. સચિવાલય સેવાના ઓફિસ આસિ.ની પરીક્ષા મોકૂફ કરાઈ છે. 

આ પણ વાંચો : ફેરાના કલાકો પહેલા પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા વરરાજાનુ અકસ્માતમાં મોત

બે મહિનામાં યોજાશે પરીક્ષા
ત્યારે બિન સચિવાલયની મોકૂફ પરીક્ષા અંગે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. GADના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કહ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. 13 ફેબ્રુઆરી યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે હવે 2 મહિનામાં ફરી પરીક્ષા યોજાશે.  

હવે આંદોલન કરવુ પડશે- વિદ્યાર્થીઓ
વહીવટી કારણોથી પરીક્ષા રદ કરી હોવાનુ કારણ તંત્ર દ્વારા આપવામાં આવ્યુ છે. ત્યારે વર્ષોથી પરીક્ષા માટે તૈયારી કરતા યુવાનોમાં આક્રોશ ફેલાયો છે. વિદ્યાર્થીઓએ કહ્યુ કે, પરીક્ષા રદ્દ કરતા હવે વિદ્યાર્થીઓ નવ નિર્માણ આંદોલન કરવું પડશે. પરીક્ષામાં તારીખ પે તારીખ શા માટે આપે છે. પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ હવે કારખાને કામે જવું પડશે તેવું લાગે છે. પરીક્ષા રદ્દ મામલે વર્લ્ડ રેકોર્ડ સર્જાય તેવી સ્થિતિ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More