Home> Gujarat
Advertisement
Prev
Next

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, સરકારી નોકરીની રાહ જોનારાઓ માટે મોટા સમાચાર

BinSachivalay Clerk Exam date declare : બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી હતી. ત્યારે આખરે ગૌણ પસંદગી મંડળ દ્વારા તારીખ જાહેર કરવામાં આવી છે 

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર, સરકારી નોકરીની રાહ જોનારાઓ માટે મોટા સમાચાર

ઝી મીડિયા/બ્યૂરો :વિવાદોમાં આવેલી બિનસચિવાયલ પરીક્ષાની તારીખ આખરે જાહેર થઈ ગઈ છે. 24 એપ્રિલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરાઈ છે. ગૌણસેવા પસંદગી મંડળની પરીક્ષાની જાહેરાત કરીને કહેવાયુ કે, મોકૂફ રખાયેલી બિનસચિવાલય પરીક્ષા હવે 24 એપ્રિલે લેવાશે. ઉલ્લેખનીય છે કે, 50 દિવસ બાદ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવાશે.

બે વર્ષમાં ત્રીજી વાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવા માંગ ઉઠી હતી. ત્યારે GADના અધિક મુખ્ય સચિવની ZEE કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. 

fallbacks

આ પણ વાંચો : ખાસ પ્રકારની લાલ બેગ લઈને વિધાનસભા પહોંચ્યા નાણામંત્રી કનુ દેસાઈ, કહ્યું-બજેટમાં મોટી જાહેરાતો થશે

પરીક્ષા મોકૂફ થતા ઉમેદવારોમાં રોષ
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ થતાં વિદ્યાર્થીઓ નિરાશા વ્યાપી ગઈ છે. પરીક્ષાઓ વારંવાર મોકૂફ થવાથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ પડી ભાંગે છે. તૈયારી કરીને જ્યારે જ્યાર એક્ઝામ આપવાની તારીખ નજીક આવે છે, ત્યારે જ કોઈને કોઈ કારણોસર પરીક્ષા મોકૂફ થાય છે. 4 વર્ષમાં ત્રીજી વાર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે. ત્યારે તાત્કાલિક પરીક્ષા જાહેર થાય તેવી ઉમેદવારોએ માંગ કરી છે. 13 ફેબ્રુઆરીએ રવિવારે પરીક્ષા યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી.  

આ અગાઉ GADના અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશે કહ્યુ કે, 2 મહિનામાં બિન સચિવાલયની પરીક્ષા યોજવામાં આવશે. 15-20 દિવસમાં પરીક્ષાની તારીખ જાહેરાત કરવામાં આવશે. 13 ફેબ્રુઆરી યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે હવે 2 મહિનામાં ફરી પરીક્ષા યોજાશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More