Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેન્સલ થવાનું ખરુ કારણ આપ્યું

ગઈકાલે અચાનક જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાઈ હતી. તેમજ પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કેમ કેન્સલ કરાઈ છે તેનું ખરુ કારણ સામે આવ્યું છે. સરકારે આ પરીક્ષામાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં સુધારા કર્યાં છે.

સરકારે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેન્સલ થવાનું ખરુ કારણ આપ્યું

હિતલ પારેખ/ગાંધીનગર :ગઈકાલે અચાનક જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવાતી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા સરકાર દ્વારા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા 20 ઑક્ટોબરના રોજ યોજાવવાની હતી. જોકે અગમ્ય કારણોસર આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાઈ હતી. તેમજ પરીક્ષા શા માટે રદ કરી તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. ત્યારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કેમ કેન્સલ કરાઈ છે તેનું ખરુ કારણ સામે આવ્યું છે. સરકારે આ પરીક્ષામાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં સુધારા કર્યાં છે.

પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર

સરકારે કરેલા નવા સુધારા મુજબ, 20મી ઓક્ટોબર લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ કરાઈ છે. શૈક્ષણિક લાયકાતને લઇને આ પરીક્ષા રદ કરવામાં આવી છે. હવે શૈક્ષણિક લાયકાત વધારીને આ પરીક્ષા પુનઃ લેવામાં આવશે. આ પરીક્ષા ધોરણ 12 પાસના બેઝ પર લેવાની હીત, પરંતુ હવેથી તે ગ્રેજ્યુએટ શૈક્ષણિક લાયકાતને આધારે લેવાશે. નવી પરીક્ષા તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

પ્રાઈવેટ પાર્ટમાં 90 લાખનું સોનુ છુપાવ્યું હતું, સુરત એરપોર્ટ પર શારજહાંથી આવેલો પકડાયો યુવક

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. 10 લાખ 45 હજાર ઉમેદવારોને પરીક્ષા રદ અંગેની માહિતી વેબસાઈટ પર મૂકાઈ છે. જ્યારે કે, અમદાવાદ ગ્રામ્યમાંથી 1 લાખથી વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

અગાઉ બે વાર કેન્સલ થઈ પરીક્ષા
અગાઉ પણ બે વાર આ પરીક્ષા રદ કરાઈ હતી. આ અગાઉ બે વાર અલગ અલગ કારણોસર પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી. તે સમયે રાજ્યમાંથી 10.75 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા, જેમાંથી સૌથી વધુ 1.50 લાખ ઉમેદવારો અમદાવાદમાંથી પરીક્ષા આપવાના હતા. 

મગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More